________________
આનંદ પ્રવચન દર્શન
તેઓ દેવદ્રવ્યના માલિક નથી. ભૂતકાળમાં તેમને દેવદ્રવ્યની કેઈએ માલિકી સોંપી નથી. વર્તમાનમાં તેઓ દેવદ્રવ્યના માલિક નથી અને ભવિષ્યમાં કદી તેઓ દેવદ્રવ્યના માલિક થવાના નથી. તેઓ તે દેવદ્રવ્યના ટ્રસ્ટી છે. જૈનશાસનના ઓદ્ધાઓ છે. એ સઘળા ટ્રસ્ટના એદ્ધાએ જ છે. ખાઈ જવાની વાત આવે તે આ શાસનમાં ચાલે એવી વાત નથી. ટ્રસ્ટીની ફરજ તે એ છે કે ટ્રસ્ટ જે રીતનું હોય તે રીતે તેમણે વહીવટ જ ચલાવવાને હોય છે. જે એ રીતે વહીવટ ન ચલાવે અને ટ્રસ્ટમાં ગોલમાલ કરવા જાય તે સમજી રાખજો કે તે પોતાના ટ્રસ્ટને બેવફા નીવડે છે અને ટ્રસ્ટની ગેરવ્યવસ્થા કરે છે.
- ટ્રસ્ટીના અધિકારે વિચારે. ટ્રસ્ટીને અધિકાર માત્ર ટ્રસ્ટને ટ્રસ્ટની શરત પ્રમાણે જ સંભાળવાને છે. અન્ય રીતે નહિ જ! જો તમે ટ્રસ્ટની ગેરવ્યવસ્થા કરી તે તમે ટ્રસ્ટી તરીકે સજાને પાત્ર ઠરે છો, એમાં જરા પણ શંકા અથવા વધે નથી. જ્યાં સુધી ટ્રસ્ટની દાનત સાફ હોય છે, તેનું હૃદય તાવડીના તળિયા જેવું હતું નથી, ત્યાં સુધી તે ટ્રસ્ટને માટે વાંધો જ નથી, ત્યાં સુધી તે તે ટ્રસ્ટ બરાબર સંભળાવે છે; પરંતુ જ્યાં તેની દાનત કાળી થાય છે કે પછી તેને ટ્રસ્ટને કારભાર કરવાનો અધિકાર રહેતો નથી. આજના બગાડ જાણે છે કે દેવદ્રવ્ય એ એક મેટું ટ્રસ્ટ છે અને એ ટ્રસ્ટને દસ્તાવેજ તે ભગવાન્ શ્રી જિનેશ્વર ભગવાને પ્રરૂપેલાં આગામો છે. આ દસ્તાવેજ કાયમ છે. દસ્તાવેજ જીવ છે. દસ્તાવેજને દસ્તાવેજ તરીકે લોકો સ્વીકારે છે ત્યાં સુધી તો તેમનાથી એ દસ્તાવેજની આડે જઈને એક પૈસે પણ ખરચી શકાય એવું જ નથી. બગાડને પણ આ વાત સારી રીતે જાણે છે અને તેથી જ તેમણે પણ એ દસ્તાવેજ ઉડાવી દેવાના ફાંફાં મારવા માંડયાં છે.
| દગાબાજ કે દેવાળીયા? શ્રીમાનું તીર્થકર ભગવાનેએ પોતે મેળવેલા મહાનું જ્ઞાન વડે પ્રરૂપેલાં આગમે તેને આપણે આજકાલના ઠીંગુજી બગાડકે “પોથાં” કહે છે, “એ પથાં તે સમયેચિત હતાં. જે કાળમાં તે રચાયાં હતાં,