________________
co
આનઃ પ્રવચન ન
આ બીજા મકાનમાં રહેલા સાધુઓએ વ્યાખ્યાન સાંભળવા માટે અપકાયની વિરાધના કરીને પડતા વરસાદમાં પલળીને કાદવ ખૂંદતા, વ્યાખ્યાન થાય છે તે મકાનમાં આવવું કે નહિ ?
આ સંચાગેામાં સાધુ પણ જો વ્યાખ્યાન સાંભળવાને માટે દોડતા દોડતા કાદવ ખૂંદતા વરસાદમાં પલળતા આવી પહેાંચે, તે તેને લાભ છે ખરા કે ?
નહિ જ.
ઠીક ! હવે એ જ બીજા મકાનની પાસે શ્રાવકનુ ઘર છે અને એક શ્રાવક પણ ત્યાંથી વ્યાખ્યાન સ`મળવાને અગે દોડતા આવે છે તા આ શ્રાવકને વરસાદમાં દેશડતા આવવાને અંગે લાભ છે કે નુકસાન છે ? જો એમ કહેશેા કે શ્ર!વકને પડતા વરસદમાં વ્યાખ્યાન સાંભળવા આવવા માટે લાભ છે તેા પછી સાધુને પણ લાભ છે એમ જ કહેવું પડશે અને જો સાધુને નુકસાન છે એમ કહીએ તા પછી શ્રાવકને પણ નુકસાન છે, એમ જ કહેવું જ પડશે, પરંતુ એમ કયારે કહી શકાય. કે જો તમેા શ્રાવક અને સાધુ એ બ ંનેને સરખા માના તે! જો તમે સાધુ અને શ્રાવક એ બ ંનેને સરખા માનતા હૈ। તા તે તમારે અહીં પણ સાધુ અને શ્રાવક બંનેના માગ એક જ માનવા પડશે. તે સિવાય તમારા છૂટકા થવાના નથી.
ધમ એ તે અવ્યક્ત ચીજ છે. હવે બીજી એક ઉદાહરણ લે!; સમો કે એક શહેરથી એક માઈલ દૂર એક મેટુ' બજાર આવેલુ છે અને તે જ સ્થાને ઉપાશ્રય આવેલા છે. ગામમાંથી વરસતા વરસાદમાં ચાર શ્રાવકે નીકળે છે અને તેઓ આગળ જાય છે. આ ચારમાંથી એક શાકભાજી લેવા નીકળેલા છે, બીજો ઉઘરાણીએ જવા નીકળેલા છે, ત્રીજો અમસ્તા રખડવા નીકળેલા છે અને ચાથેા ઉપાશ્રયે વ્યાખ્યાન સાંભળવાને માટે નીકળેલા છે. હવે રસ્તામાં એવુ બને છે કે અકસ્માત થાય છે, આકાશમાંથી વીજળી પડીને તે આ ચારેચાર માણસાના અંત આણે છે. ચારે માણસે એક જ સ્થળેથી નીકળ્યા છે, તેઓ એક જ પરિસ્થિતિમાં છે અને