________________
*
* * *
*
*
*
આનંદ પ્રવચન દર્શન તેમની “માંડવી કાઢવામાં આવે છે. “માંડવી એ પણ બીજું કાંઈ જ નથી, તે એક પ્રકારનું સરઘસ જ છે. આ સરઘસ વખતે પણ હજાર માણસે ભેગા થાય છે. તેમના પગ નીચે હજારે સેંકડે છે છુંદાય છે અને તેમની મહાભયાનક હિંસા થાય છે તે પછી હિંસાના ભયથી એ “માંડવીને પણ શા માટે અટકાવી દેવામાં આવતી નથી વાર?
આ બધું દેખાય છે કે ? હવે એથી પણ આગળ વધે. જિનબિંબ પૂજાવિરોધી સાધુએ પણ જ્યારે એક ગામથી બીજે ગામ વિહાર કરીને જાય છે, ત્યારે તેમના સામૈયા માટે હજારો શ્રાવકે ભેગા થાય છે. આ ભેગા થવામાં પણ કયાં હિંસા નથી થતી તેને વિચાર કરે. શ્રાવકને જમવાને માટે મોટી મોટી ભઠ્ઠીઓ સળગે છે અને રસેઈ તૈયાર થાય છે. જમણવાર વગેરેમાં પાણુને સંહાર વળી જાય છે અને સેંકડે જી મરણ પામે છે, છતાં આવી હિંસાને ત્યાં શા માટે વિરોધ કરવામાં આવતો નથી? અને મૂર્તિપૂજા વિરોધી સાધુઓ પોતાના અનુયાયીઓને શા માટે રાંધવાનું બંધ કરવાને ઉપદેશ આપતા નથી?
આ સઘળા ઉપરથી એક જ વાત સ્પષ્ટ થાય છે કે પોતાને લગતી ચીજોમાં હિંસા થતી હોય, મહાહિંસા થતી હોય કે ગમે તે બનતું હોય, પરંતુ તેમાંથી એક પણ ચીજ ઓછી કરવાની તેઓ વાત સરખી પણ કરતા નથી અને ભગવાન શ્રી તીર્થંકરદેવની પ્રતિમા પૂજવા. વખતે તેમને હિંસા દેખાય છે!!
પિતાની વાતમાં ગમે તેવી હિંસા થાય, અનર્થો થાય છતાં તેના સંબંધમાં તેઓ એક અક્ષર પણ બેલવા માગતા નથી. દીક્ષાના વરઘોડાની હિંસા તેમને મંજુર છે, પિતાના અનુયાયીઓ ઘેરથી ચાલીને આવે અને તેથી હજારે જીવોની હિંસા થાય તે તેમને મંજુર છે, તેમને સ્વાગતાર્થે મળેલા શ્રાવકને માટે રસોઈ બનાવવાને અર્થે મોટી મોટી ભઠ્ઠીઓ સળગે છે તે તેમને મંજુર છે, સરઘસમાં અને માંડવીમાં ગમે તેવી મહાભયાનક હિંસા થાય તે તેમને મંજુર છે, માત્ર પ્રતિમા પૂજામાં થાય છે તે જે હિંસા તેમને મંજુર નથી.