________________
યથાવાદી તથાકારી અને તથાકારી યથાવાદી
૮૫ બોડી બામણીકા ખેત હૈ !' આજના પિતાને સુધારેલા કહેવાતા ભદ્રંભદ્રોની દાનત કેવી છે તેને વિચાર કરો. આ બગાડકે માને છે કે ધાડ પાડવી. સામાન્ય ગરીબ માણસને ત્યાં ધાડ પાડવાથી શું વળે? આવા વિચારથી જ તેઓ સર્વજ્ઞ ભગવાનને ત્યાં ધાડ પાડવા તૈયાર થાય છે ! તમારી તિજોરીમાં લાખ રૂપિયા ભરેલા હોય, સેંકડો જવાહર લાદેલાં હોય, કરોડો રૂપિયા રોકડા પડેલા હોય, પરંતુ તેનો દરવાજો ખેલીને તે પૈસા લુંટાવી દેવાની કઈ તાકાત નથી. તમારી તિજોરીને કેઈ હાથ પણ લગાડી શકતું નથી, કારણ કે જ્યાં તમારી તિજોરીની સામે કેઈ આંખ પણ કરે તે તેની સામે બરાબર બદલે વાળવા તમે તૈયાર છે, પરંતુ દુનિયામાં બેડી બામણીનું કઈ બેલી નથી.
એક કસવાની મીયાં હતા, જાતના મીયાં અને સ્વભાવના પણ મીયાં ! પછી પૂછવું જ શું? એક દિવસ તેઓ પોતાની ઘેાડી લઈ બહારગામ જવા નીકળ્યા. રસ્તામાં એક બેડી બામણીનું ખેતર આવ્યું. મીયાએ પૂછયું કે “આ કેનું ખેતર છે ?”
તેને કેઈએ જવાબ આપ્યો કે “બેડી બામણીનું, એટલે મીયાં ઘડી ખેતરમાં ઘાલીને તેને ત્યાં ચરાવવા લાગ્યા. ઘડી ખેતર ચરી રહી હતી, એટલામાં બામણી આવી પહોંચી. મીયાંને ખેતરમાં ઘડી ચરાવતા જોઈને પેલી બિચારી તે બૂમબૂમ પાડીને રડવા લાગી ! પરંતુ મીયાજી છેડા જ દાદ દે એવા હતા !
તે ખેતર સફાચટ કરીને મીયાંજી આગળ વધ્યા ! મયાંએ તે બીજા ખેતરમાં ઘડી ઘાલી અને તેમણે તો ત્યાં એવી જ લીલા કરવા માંડી ! આ ખેતર ગરાસિયાનું હતું. ગરાસિયાને ખબર પડી કે પિતાના ખેતરમાં મીયાં ઘડી ઘાલી છે એટલે તે તે લાગલો જ તલવાર ખેંચીને દેડ્યો. તલવાર જોતાં જ મીયાંજીનું પાણી ઊતરી ગયું અને તેમની વરસની સાચવી રાખેલી સુસ્તી ઊડી ગઈ. હવે મીયાં આગળ જાય તે પહેલાં પૂછે કે “ભાઈ, એ ખેત ગરાસિયાકા હૈ, યા બેડી બમણીકા ?” “ગરાસિયાનું” એ જવાબ મળે તે