________________
આનંદ પ્રવચન દર્શન રહસ્યને પામવાને યત્ન ન કરતાં માત્ર એના શાબ્દિક અર્થ કરીને જ કામ લેવા માગે છે તેઓ ઘણે ભાગે અર્થને સ્થાને અનર્થ ઉત્પન્ન કરી બેસે છે. આમ ન થાય તે માટે દરેક વાને પૂર્વાપર સંબંધ, આખા ગ્રંથને સામાન્ય હેતુ અને કથન કરનારનું જીવનએ બધાને વફાદાર રહીને જ શાસ્ત્રોના સાચા અર્થો કરવાની જરૂર છે. શાસ્ત્ર તીર્થંકરની વ્યાખ્યા આપતાં એક એવો નિયમ બતાવે છે કે નહાવા તા . શ્રી જિનેશ્વર ભગવાને સંસારમાં જીવતા હોય છે, ત્યારે તેઓ ક્ષાયિક ભાવમાં હોય છે અને ક્ષાયિક ભાવમાં હોવાથી તેઓશ્રી ક્ષાયિક ભાવને લાયકનું જ કથન કરે છે અને તેઓ જેવું કહે છે તે જ પ્રમાણે પિતે વર્તન પણ કરે છે એટલે ભગવાન શ્રીમાન તીર્થકરને માટે એવો નિયમ તારવી શકાય છે કે તેઓ જેવો ઉપદેશ કરે છે તેવું જ વર્તન રાખે છે અને તેઓશ્રી જેવું વર્તન રાખે છે તેવો જ ઉપદેશ પણ કરે છે. અર્થાત તીર્થકર ભગવાનને અંગે બંને બાજુને નિયમ નકકી કરી શકાય છે. તેમને માટે એક બાજુને નિયમ નકકી નથી.
જેવું કથન, તેવું જ વર્તન ભગવાન શ્રી તીર્થંકર મહારાજાએ પોતે અઢાર દોષોથી રહિત છે. એટલા જ માટે તેઓ દેશના પણ અઢાર દોષના પરિવારની જ આપે છે. ભગવાન શ્રી તીર્થંકરદેવો ક્ષાયિક ભાવમાં જ રહેલા હોવાથી તેઓ ક્ષાયિક ભાવને ગ્ય એવો જ ઉપદેશ આપે છે અને તેઓ શ્રીમાનનું વર્તન પણ એવા ક્ષાયિક ભાવને અનુસરતું જ હોય છે તેથી જ તેમને માટે “જેવું કહે છે, તેવું કરે છે અને જેવું (આચરણ) કરે છે તેવું જ (સત્ય) કહે છે” એ નિયમ કર્યો છે. આપણા માટે આ નિયમ કરી શકતું નથી. ત્યારે હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આપણે જે વર્તન રાખીએ છીએ તે વર્તન ભગવાન શ્રી તીર્થંકરદેવોએ કહેલું છે કે તેમના કહ્યા વિનાનું છે ? અર્થાત્ આપણે ભગવાનના કહ્યા પ્રમાણે વર્તન રાખીએ છીએ કે ન કહ્યું હોય તે પ્રમાણે વર્તન રાખીએ છીએ ?