________________
૭૫
યથાવાદી તથાકારી અને તથાકારી યથાવાદી જ નિયમ છે. તેથી આપણે એમ કહી શકીએ છીએ કે જેના ઉપર છાપ છે તે સેનું છે એ વાત સાચી છે, પરંતુ જ્યાં છાપ નથી, ત્યાં સેનું જ નથી એ કાંઈ નિયમ નથી. અહીં આપણને બેલવાને અવકાશ છે. અહીં આપણે દલીલ કરી શકીએ છીએ. આપણું પંડિતાઈ ત્યાં ચાલી શકે છે. શાસનમાં આપણું પંડિતાઈ ચાલી શકતી નથી, કારણ કે શાસનમાં બંને બાજુને નિયમ લેવામાં આવ્યો છે. જે ધર્મ છે, જે તત્વ છે અને જે શાસ્ત્ર છે તે શ્રી જિનેશ્વરએ કહેલ છે અને શ્રીમાન જિનેશ્વર ભગવાને જે કાંઈ કહ્યું છે, તે સઘળું ધર્મ, તત્વ અને શાસ્ત્ર છે. એ બન્ને બાજુને નિયમ અહીં જૈનશાસનમાં લાગુ પડે છે, તેથી જ આ મહાપ્રતાપી જૈનશાસનમાં કથની અને કરણીનો ભેદ પાડવામાં આવ્યું નથી. કથની અને કરણીનો ભેદ બીજાં શાસનમાં ચાલી શકતે હોય પરંતુ અહીં આ શાસનમાં ભેટ ચાલી. શકતે નથી.
સર્વજ્ઞ ભગવાનને આપણે સર્વજ્ઞ ભગવાન તરીકે જાણીએ છીએ. તેઓને એવા જાણીને આપણે તેમની વંદના, બહુમાન ઈત્યાદિ કરીએ છીએ અને તેમનાં વચનોને પ્રમાણ માનીને, તેમના શબ્દોની પાછળ જીવન ગાળવાનો આપણે યત્ન હોય છે. હવે વિચાર કરો કે જેને એક કેદ્ર બનાવીને આપણે ચાલીએ છીએ તે તીર્થકર ભગવાન સર્વજ્ઞ છે એમ આપણે કેવી રીતે જાણવું ?
| સર્વજ્ઞને સર્વજ્ઞ તરીકે શી રીતે ઓળખવા
શાસ્ત્ર આ બાબતમાં સ્પષ્ટ રીતે ઉત્તર આપે છે કે “જે કોઈપણ પ્રકારના કોઈ પણ જીવની હિંસા કરતું નથી અને જે કહે છે તેવી જ રીતે વર્તે છે તે સર્વજ્ઞ છે.” શ્રી જિનેશ્વર ભગવાનને ઓળખવા માટે શાસ્ત્ર બે નિયમો રાખ્યા છે. એક નિયમ તે એ છે કે જે હિંસા કરતું નથી, પરંતુ બીજે નિયમ તરત જ એ કહેવામાં આવે છે કે જેવું કહે તેવી જ રીતે વર્તે !” આ બીજો નિયમ ઘણે ગૂઢ છે અને તે સમજવા જેવું છે.
જેઓ જૈનશાસનના અમૃત જેવા આગમન. અમૂલ્ય શબ્દોના