________________
આનંદ પ્રવચન દર્શન સેના ઉપર છાપ મારી દેતી નથી, પરંતુ એટલું તે સ્પષ્ટ છે કે ચાર્ટર બેંકની છાપ હોય તે સોનું તે ખરું જ છે તેમાં કશે સંશય નથી અર્થાત્ એવો નિયમ તારવી શકાય છે કે બધા સેના ઉપર ચાર્ટર બેંકે છાપ મારવી જ જોઈએ એમ નથી, પરંતુ ચાર્ટર બેંક ચેકખા. સેના ઉપર છાપ મારી આપતી હોવાથી જ્યાં છાપ છે તે શુદ્ધ સેનું છે.
“આંબે એ વૃક્ષ છે” એ નિયમ ઠરાવી શકાય છે, પરંતુ તેથી કાંઈ જે વૃક્ષ છે તે આંબા છે એવો નિયમ ઠરાવી શકાતું નથી. જેમ આંબે એ વૃક્ષ કહેવાય છે, પરંતુ પ્રત્યેક વૃક્ષને આપણે આંબે કહી શકતા નથી, તે જ પ્રમાણે જેના ઉપર ચાર્ટર બેંકની છાપ હોય. તે સોનું છે, પરંતુ છાપ ન હોય તે સેનું જ નથી; એવું પણ આપણે કહી શકતા નથી. અર્થાત્ અહીં બંને બાજુને નિયમ નથી.
બંને બાજુને નિયમ. જ્યાં છાપ છે, ત્યાં તેનું છે અને જ્યાં છા૫ નથી ત્યાં સોનું નથી. એ બંને બાજુને નિયમ વ્યવહારને લાગુ પડતું નથી, પરંતુ ભગવાન શ્રી જિનેશ્વરદેવોના કથનને બંને બાજુને નિયમ લાગુ પડે છે. જે કાંઈ ભગવાન જિનેશ્વરદેવોએ કહેલું છે, તે ધર્મ છે, તે તત્વ છે અને તેઓશ્રીએ જે પ્રરૂપેલું છે તે જ શાસ્ત્ર છે. એ એક બાજુએ નિયમ છે, એ જ પ્રમાણે બીજી બાજુને એ પણ નિયમ છે કે જે જે ધર્મ છે, જે જે તત્વ છે, તે સઘળાં ભગવાન શ્રી જિનેશ્વરદેએ કહેલાં છે અને જે શાસ્ત્ર છે તે તેમણે પ્રરૂપેલાં છે, ભગવાન જિનેશ્વર દેએ જે કાંઈ કહ્યું છે તે ધર્મ છે, તે જ તત્વ છે અને તે જ શાસ્ત્ર છે. એ જ પ્રમાણે જે શાસ્ત્ર છે, જે તત્ત્વ છે અને જે ધર્મ છે એ. શ્રી જિનેશ્વરીએ જ કથેલાં અથવા પ્રરૂપેલાં છે. એ બંને બાજુનો નિયમ અહીં લેવાને છે. જે અતીત, અનાગત અને વર્તમાન પદાર્થોને જણાવનારાં વાળે છે, તે સઘળાં વાકયે શ્રી જિનેશ્વર ભગવાને. કહેલાં છે, તેથી જ અહીં અપવાદને સ્થાન રહેવા પામતું નથી.
થની અને કરણી. જેના ઉપર છાપ છે, તે એકખું સોનું છે એ એક બાજુને