________________
પર
આનંદ પ્રવચન દર્શન ભગવાન માને છે તેમને પણ દુઃખી ગર્ભાવાસ ભેગવ પડે હતે એમ તેમનું ભાગવત જ કહે છે. ખ્રિસ્તીઓ પિતાના કરતાં માતાના પ્રેમને વધારે કિંમતી લેખતા તેમના પેગંબર જીસસ ક્રાઈસ્ટને પણ મરિયમના ઉદરમાં નવ માસ ગર્ભ ધારણ કરવો પડયે હતો. ઈસ્લામના સ્થાપક મહંમદને સિદ્ધાંત એ છે કે ઈશ્વર કેઈને બાપ પણ નથી અને માતા પણ નથી ! છતાં ગર્ભાવાસને કે ગર્ભાવાસની સ્થિતિને ઈન્કાર તે પણ કરી શકતા નથી અર્થાત્ દરેક ધર્મ, સંપ્રદાય સૌ કેઈ ગર્ભની સ્થિતિ કબૂલ રાખે છે, પરંતુ તે છતાં એ સ્થિતિને ટાળવાને કઈ પણ સંપ્રદાયવાળા યત્ન કરતા નથી.
આ ઉપરથી સાબિત થાય છે કે ગર્ભની સ્થિતિ ભયંકર છે. એ. વાતને ખ્યાલ જ માનવ પ્રાણુને આવી શકતું નથી અને જે તેને એ ખ્યાલમાત્ર પણ આવી શક્તા નથી તો પછી ઉપદેશકેએ. ઉપદેશ સમયે અનાદિકાળની અને ગતભાને લાંબી લાંબી વાતે છેડીને સીધે જ ઉપદેશ કરવાની આવશ્યકતા છે. પુનઃ પુનઃ મનુષ્યને જન્મ મળે છે, ત્યારે ત્યારે શરીર સર્જવું પડે છે, પ્રસવની આકરી વેદના ભેગવવી પડે છે. અને માતાનું દૂધ પીને ગંદો બળા, ગંદાં, વસ્ત્રો અને પદાર્થોમાં શયન કરવું પડે છે.
જે આ વાતને આપણને ખ્યાલ નથી, જે આપણે ગયા જન્મની વાતોનું સ્મરણ પણ લાવી શકતા નથી, જે આપણે ગઈ કાલની વાત, પણ ઘણીવાર પૂરેપૂરી સંભાળી–ખ્યાલમાં લાવી શકતા નથી, તે પછી આપણું આગળ અનાદિકાળની વાત થાય અને તેની ભૂમિકા ઉપર ઉપદેશ દેવાય એ સ્થિતિ બહેરા આગળ ગીત ગાવા જેવી છે, એ પણ તમે અમને પ્રશ્ન કરી શકે છે !
પરંતુ તમારા આવા પ્રશ્નોથી ગભરાઈ જવાની અમારે જરા પણ જરૂર નથી. શાસ્ત્રકાર મહારાજાઓએ આવા અનેક પ્રશ્નોના ખુલાસા કર્યા છે અને તેથી તેઓ આ પ્રશ્નનો ઉત્તર પણ ઘણી જ સારી રીતે આપી શકે છે. તેમના કથનને આધારે અમે કહીએ છીએ કે મહાનુભાવો! અનંતભવની વાતે તમારી આગળ કરવી એ આવશ્યક છે અને તેમાં