________________
- -
આનંદ પ્રવચન દર્શન
^^^^^^^^^^^^^^^^^^^^^^
^
^
^^
~~
વિજળીના બળની ભયાનકતા ન સમજો ! એ પ્રવાહ શી રીતે ઉત્પન્ન થાય છે એ ભલે ન સમજે ! પણ જ્યાં વિજળીને તાર તમે પકડ કે ખલાસ ! બે જ સેકંડમાં તેને આંચકે તમને પૂરા કરી નાખે છે ! એ જ પ્રમાણે જીવ, કર્મ અને જન્મની ભયંકરતાને ન સમજી શકતો હોય, તેથી કાંઈ કર્મની ભયંકરતા તેને છોડી દેવાની નથી ! ભયંકરતા ન સમજવાથી લાભ છે જ નહિ અને જો એ ભયંકરતાને સમજી લઈએ તે તે જ જલદ ઉપાય જવાનું પણ બની શકે એમ છે. આવા સંગમાં કઈ પણ ડાહ્યો માણસ - ભયંકરતાને સમજી લેવામાં જ ડહાપણ માનશે ! એ જ પ્રમાણે
કર્મ અને જન્મ અનાદિનાં છે એવી પણ તેની ભયંકરતાનો ખ્યાલ - તમારે કરી લેવામાં જ લાભ છે !!
ભયંકરતા જાણવામાં લાભ છે; નહિ જાણવામાં નહિ.
પહેલો એક કર્મ વિનાને જન્મ કલ્પઃ એ જન્મમાં માણસાઈનો સંપૂર્ણ ખ્યાલ કલ્પિઃ જો આ કપના ખ્યાલમાં આવી જાત તો આત્મા પહેલે જ જન્મ જન્મ ઉપર ધિકકાર વરસાવત ! તેનું સ્મરણ સરખું પણ ન જ કરત! અલબત્ત જે બેશરમી છે ! જેને ગર્ભાવાસના દુર્ગતિયુક્ત દુઃખમાં જ મઝા આવે છે, તેવાની વાતો દૂર રાખો: પણ જે એ બેશરમી નથી, નફફટ નથી, તેને તે જરૂર પહેલેથી જ - જન્મ જન્મ ઉપર શરમ અને તિરસ્કાર આવત ! યાદ રાખો કે
આ સઘળું કર્મ કરાવે છે ! તમે કદાચ આ કર્મને ન માને, તેની - હસ્તિ સ્વીકારવાની ના પાડી કર્મ જેવી કેઈ ચીજ નથી જ એ દાવો કરે, તે તમારા આવા વિતંડાવાદથી કર્મ કાંઈ તેની ભયંકરતાને ત્યાગ કરી દેવાનું નથી !
સસલાની આગળ કૂતરે દોડતે આવી રહ્યો છે. સસલે આંખ મીંચી લે છે તેથી એમ નથી થતું કે સસલો બચી જાય છે! આંધળે સાપને નથી દેખી શક્તિ માટે સાપ તેને નહિ કરડે એવો નિયમ નથી જ ! ત્યારે હવે એ પ્રશ્ન ઉપજે છે કે વસ્તુ જે કે તેના સ્વભાવનું પરિણામ તે ઉપજાવવાની જ છે ત્યારે હવે એ વસ્તુની ભયંકરતા