________________
આનંદ પ્રવચન દર્શન mmmmm છે કે મને ઓછો કરે ? તરત પુષ્પરાવર્તની વૃષ્ટિ થઈ ! પણ વૃષ્ટિ થતાં જ મગરોળી ધૂળમાં દટાઈ ગય! વર્ષા બંધ થઈ એટલે પાછો નીકળે ! ન ભેદાયે કે ન ભિંજાયે અને વળી ઉપરથી મશ્કરી કરવા લાગે ! આવા મગરોળીયા આજે પણ બહુ છે. પિતાનામાં ધમની રૂચિ નથી અને બીજા ધર્મને પમાડવાના યત્ન કરે છે, તેની હાંસી કરે છે! આવાને મગશેળીયા માનીને જ આપણે જતા કરવા જોઈએ!
શેઠે ઘણું ઘણું પરિશ્રમ વેઠયા, પુષ્કળ પુષ્કળ યત્ન કર્યા પણ બંદા પકડેલું પૂંછડું છેડે તેવા ન હતા! શ્રાવકકુળમાં જન્મ, સંસ્કારી અને સુધમ પિતા, એટલી બધી સંપત્તિ કે પાપ આચરીને પૈસે પેદા કરવાની તે વૃત્તિ પણ ન થાય ! વૈમાનિક દેવતાની સ્થિતિ મેળવી શકે તે સુંદર યોગ હોવા છતાં એ અકમીએ તેને લાભ ન લીધે અને પરિણામ એ આવ્યું કે ગયે માછલામાં !
અસંખ્યાત જન જળથી ભરેલા સમુદ્રજળમાં માછલાની સ્થિતિને તે પાયે, હવે તે માછલાની સ્થિતિ મળી છે. ભાઈ પાણીમાં મઝા કરે છે. નાની નાની માછલીઓ ખાઈ આનંદ ભગવે છે. એટલામાં એક દિવસ ઓચિંતી જિનેશ્વરની મૂર્તિના આકારની માછલી તેની નજરે પડી! આ માછલીને જોતાં જ તેને જિનપ્રતિમા જે આકાર જોઈ તેને જાતિસ્મરણ થયું. પિતાએ પોતાને ધર્મપંથે વાળવા કરેલી પ્રવૃત્તિ યાદ આવી. પિતાની કરેલી ભૂલ માટે પસ્તા થયા અને જિનમતિના દર્શનથી સમ્યકત્વ પામી તે દેવલોકે ગયા !
બળાત્કારે થયેલો ધર્મ પણ તારે છે. મહાનુભાવે ! હવે તમે જ વિચારે કે બળાત્કાર કરાવેલું ધર્માચરણ પણ ફળ આપે છે કે નહિ ? તમે સાધારણ ઉદાહરણ ધ્યાનમાં લેશે તે પણ આ વિષયની મહત્તા તમારા ખ્યાલમાં આવ્યા વિના રહેવાની નથી ! સેમલ! સેમલને ગુણદોષ તે તમે જાણે જ છોને ! હવે ધારો કે એ સમલ કેઈએ તમને બળાત્કારે ખવડાવી દીધું છે તે શું એ સેમલનાં પરિણામે તમારે નહિ જોગવવાં પડે ! બળાત્કારે સેમલ ખાનારા. પણ મરણ પામે છે ! અજ્ઞાનતાથી ગોળમાં લપેટેલું સોમલ ખાનાર પણ મરે છે, રાજીખુશીથી સેમલ