________________
જન્મમરણની ભયંકરતા
ગાળમાં વીટાળીને ખાનારો પણ મરે છે, સામલ છે અને તે સ્વાદમાં ક્રુષ્ટ છે, એવું જાણીને પણ તે ખાનારા મરે છે અને પોતે શું ખાય એની બેદરકારી રાખીને જે અજ્ઞાનવશ સામલ ખાય છે તે પણ મરે છે. અર્થાત્ કે ગમે તે પ્રકારે સામલ ખાનારને સામલના પુદ્ગલે પેાતાના પ્રભાવ બતાવે છે, તે જ રીતે ધર્માચરણ પણ ગમે તે પ્રકારે થયું હોય તે છતાં તે તારનારું છે એ હવે સિદ્ધ થાય છે. દ્રવ્યક્રિયા જરૂરી તેા છે જ !
આ ઉપરથી તમે સમજી શકશો કે દ્રવ્ય અનુષ્ઠાન કે ક્રિયાધમ એ રાકવા ચેાગ્ય નથી. આજે જે દ્રવ્યનું અનુષ્ઠાન પાળનારા હશે તે જ્યારે ધર્મની મહત્તા સમજશે, ત્યારે તે આપેાઆપ સાચા શુદ્ધ ધર્મના માર્ગ પર આવશે. જ્યારે છેક જાણુતા થશે કે મને ક્ષય થયા છે, ત્યારે તે ગેાળ વિના પણ દવાની ભૂકી તમેાને વગર પૂછે ગળા નીચે ઉતારી જશે ! આજે દ્રવ્યમાં હશે તેા કાલે ભાવમાં આવશે ! માટે અલબત્ત અવગુણુ રાકવા તા યા કરવા જ જોઈ એ, પણ દ્રવ્યક્રિયા કદી પણુ રાકવી ન જ જોઇએ !
એક માણસને ઉધરસ થઈ છે. ઉધરસ ટાળવા માટે દાક્તર તેને ડીનેા ત્યાગ કરવાનું કહે છે. હવે આ માણસ મીડીના ત્યાગના પચ્ચક્ખાણ માગે છે, તે એ માણસને પચ્ચક્ખાણ આપવા કે ન આપવા ? જરૂર અપાય ! આજે એ રીતે પચ્ચક્ખાણ લેશે, તે તે ધસરણીને પહેલે પગથીએ આવશે ! પહેલે પગથીએ આવેલાને કાલે ઊંચે ચઢવાનું જ્ઞાન થશે. દ્રવ્યથી પચ્ચક્ખાણુ માગે છે તે પણ તેને તે આપવા એ જ કતવ્ય છે, પણ ખાત્રી રાખેા કે આજે એ દ્રવ્યથી પચ્ચક્ખાણુ કરનારા છે તે કાલે જરૂર ભાવમાં આવવાના છે. દ્રવ્યક્રિયાને સુધારવી ઉચિત છે પણ તેના નાશ કરવા એ તે મૂર્ખાઇ છે. છેકરા માંદા પડે છેઃ બેલા, હવે શું કરશે ? કરાની દવા કરાવવી કે તેને મારી નાખવા ? એક જ જવાબ આપશેા કે એને સુધારવા ! તે જ પ્રમાણે દ્રવ્યક્રિયાને પણ સુધારવી જ જોઈ એ. તેને મારી નાખવાની જરૂર નથી !