________________
જન્મમરણની ભયંકરતા લાલચ શા માટે આપવામાં આવે છે ? મનુષ્યોને ધમને પંથે પ્રેરવા માટે નહિ કે કોઈ બીજા કારણને માટે ! તેમ છતાં એટલું તો કહેવું જ પડશે કે જેમ પતાસાની લાલચે દવા પીનારા દવાની મહત્તાને કે રોગની ભયંકરતાને સમજી શકેલા નથી, તે જ પ્રમાણે પ્રભાવનાની લાલચે વ્યાખ્યાન સાંભળવા આવનારાઓ અથવા લાડવા માટે પૌષધ કરનારાઓ એ રાતોને અને આત્માને લાગુ પડેલા તાવની ભયંકરતાને સમજી શક્યા નથી ! આજે ભલે તેઓ લાલચથી ધર્મનું વર્તન કરે છે, આજે ભલે લાડવાની લાલચે પૌષધ કરે છે પણ નકકી માનજે કે આજે જેઓ કઈ જાતની લાલચથી પણ ધર્માચરણ કરે છે, તેઓ આવતી કાલથી લાલચ વિના પણ તેમ કરવાને જરૂર પ્રેરાયા વિના નહિ રહે.
તમારા શત્રુને ઓળખે ! બાળક નાનો છે, દવા પીતો નથી, તેથી તેને ગોળનો લાડ બતાવી દવા પાવી પડે છે. આ ગોળનો લાડુ બાળક ન ખાય એ આપણી સૌની ઈચ્છા છે ! પણ ગોળના લાડુ વિના તે દવા ન જ પીતો હોય તો “ગળનો લાડુએ ન આપો અને દવાએ ન આપો !” એવું પ્રતિપાદન કરીને બાળકની દવા તોડાવી નાખનારને તમે કેવો માનશે? જરૂર એમ કહેવું જ પડશે કે જે બાળકની દવા તેડાવી નાખે છે, તે બાળકનો મિત્ર નથી, પણ શત્રુ છે. એ જ પ્રમણે ધર્માચરણ મોટે પણ સમજી લો ! “લાડુ, પતાસાં પ્રભાવના વિના અજ્ઞ જ ધર્મવર્તન નથી કરી શકતો; તે એવા અજ્ઞાનીને લાલચ પણ ન આપો અને તેની પાસે ધર્મક્રિયા પણ ન કરાવો” એવું કહેનારે પેલા અજ્ઞાન માણસનો - ભયંકર શત્રુ છે.
જેમ બુદ્ધિહીન બાળકની દવા રોકનારે બાળકનો શત્રુ છે તે જ પ્રમાણે ધર્માચરણ રેકનારે, તે માણસનો પણ પરમ શત્રુ જ છે. અલબત્ત લાલચ રોકવા જેવી છે, એની તે કઈપણ ના પાડી શકતું -જ નથી, પણ આજે જે ધર્મની યથાર્થ કિંમત સમજ્યા વિના લાડ. પિતાસાં કે નાળિયેરથી ધર્મક્રિયા કરવાને પ્રેરાય છે, તે જ કાલે ધર્મ વર્તનની મહત્તા સમજતાં આપોઆપ પોતે લાલચને ત્યાગ કરશે જ