________________
- આનંદ પ્રવચન દર્શન તેમજ બીજાને પણ લાડવા આપી પૌષધ કરાવવાની પ્રવૃત્તિને આદરશે, એ વસ્તુ નિર્વિવાદ છે. અર્થાત્ દવા રોકનાર બાળકને શત્રુ છે તેમ લાડવા આપીને પૌષધ શા માટે કરાવવો !” એવું કહીને આજે જેઓ ધાર્મિક ક્રિયાઓને અવરોધવાની વાત કરે છે તેઓ પણ માની. લે કે માનવસમાજના મહાભારત શત્રુઓ જ છે !!
દ્રવ્યકિયા ઉપકારક છે. આ કથનનો અર્થ પણ એટલો જ છે કે દ્રવ્યક્રિયા પણ રોકવા જેવી તે નથી જ ! આજે જે દ્રવ્યક્રિયાથી ધર્મમાં જોડાએલે છે તે જતે દિવસે દ્રવ્યક્રિયા વગર પણ સ્વતંત્ર ધર્મ પાલન કરતાં શીખશે! માત્ર એ વાતાવરણને વાર લાગશે. પણ એ જ્યારે સમજણ થશે, ધર્મની સાચી મહત્તાને સમજશે, દ્રવ્યકિયા વિનાના ધર્માચરણની ઉત્તમતા દેખશે કે પછી તરત જ એ લાડવા માટે પૌષધ કરનારો કિંવા પ્રભાવના માટે વ્યાખ્યાન સાંભળનાર નહિ જ રહે ! પણ એ સમજણે થયું નથી કે સ્વતંત્ર ધર્મની મહત્તાને જોઈ શક્યો નથી ત્યાં સુધી. તે દ્રવ્યક્રિયાને અનુસરીને પણ ધર્માચરણ કરતો હોય, તો એનું તે ધર્માચરણ “લાડુ સાથેની દવા” પ્રમાણે ચાલવા દેવું જોઈએ અને અને એવા ધર્માચરણ સામે જે લાલ આંખ કરે છે તેઓ નિસંશય. સમાજના શત્રુઓ છે મિત્રો તો નથી જ ! એ તમારે સમજી લેવું ઘટે!!.
બળાત્કાર કરેલો ધમ પણ લાભદાયક છે. બાળક દવા નથી પીતો, ત્યારે તેના માબાપ તે બાળકને બળાત્યારે દવા પાય છે. આ દવા પાવામાં માતાપિતાની શું કૂતા છે એમ તમે કહી શકશો ? કેઈ પણ સમજણે માણસ એમ કહી ન શકે કે આ રીતે દવા પાનાર માબાપ બાળકો પર અત્યાચાર કરે છે. બાળક વધારે તોફાની હોય, દવાનું નામ સાંભળીને કંપતો હોય ત્યારે માબાપ બાળકોને પરાણે પકડીને, તેના મેઢામાં વેલણ ઘાલીને તેને દવા પાવી પડે છે ! દોઢડાહ્યાએ આ પ્રસંગે માબાપોની ક્રૂરતા જુએ છે, પરંતુ, તેઓ દવાને અંગે માતાપિતાની દયાને નથી જોઈ શકતા ! એટલું જ નહિ પણ સામા પેલા છોકરાને શિખામણ આપવા તૈયાર થાય છે.