________________
- - - આનંદ પ્રવચન દર્શન છતાં જે તમે ધૂમાડાના ગોટેગોટા નીકળતા જોશો, તો તમારે તરત જ કબૂલ રાખવું પડશે કે “જ્યાં ધૂમાડે છે ત્યાં અગ્નિ છે!” - તમે અગ્નિને જે જે નથી છતાં તમે અગ્નિના અસ્તિત્વને કબૂલ રાખે છે એ શાથી ?
પ્રશ્નને ઉત્તર એ છે કે એક માત્ર અનુભવને આધારે ! અનુભવ ઉપરથી તમે જાણી શકો છો કે “જ્યાં ધૂમાડે છે ત્યાં અગ્નિ પણ અસ્તિ ધરાવે છે!” જેમ તમે અનુભવ વડે જ્યાં ધૂમાડે છે એટલે ત્યાં અગ્નિનું અસ્તિત્વ સ્વીકારે છે, તે જ પ્રમાણે અનુભવ વડે તથા બુદ્ધિ વડે તમારે અનાદિકાળની વાત પણ સ્વીકાર્યું જ છૂટકે છે !
અહીં એક સર્વ સાધારણ ઉદાહરણ ધ્યાનમાં લે. - એક ઘઉંને દાણે છે. એ ઘઉંને દાણ કેણે વાવ્યા તે તમે જાણતા નથી ! એ કયા ખેતરમાં ઊગે તેની તમને માહિતી નથી! એને કયા ખેડૂતે વાગે ? તેને કેણે પાણી પાયું ? તેની આગળ શી વિધિ થઈ ? તે કાંઈ પણ તમે જાણતા નથી, પણ તે છતાં એ ઘઉંનું ભટકવાનું પણ અનાદિકાળનું છે. એ ઘટના તમારે સ્વીકારવી જ પડશે. હવે જે એ દાણે છે તો એટલી પણ ચકકસ વાત છે કે તેને અંકુર હતો ! અને જે અંકુર હતો તો એ વાત પણ તેટલી જ સ્પષ્ટ છે કે એ અંકુરને જન્માવનારૂં બીજ પણું હતું જ !
આમ અંકુરમાંથી બીજ અને બીજમાંથી અંકુર–એ ઘટમાળને આગળ ને આગળ લંબાવતાં તમારે એક અનાદિકાળ સુધી ચાલ્યા જવું જ પડશે. અંકુર અને બીજ તથા બીજ અને અંકુર પરસ્પર એકબીજાને જન્મ આપે છે. એનું જ નામ પરસ્પર કાર્યકારણભાવ છે!
બીજ વગર અંકુર નથી અને અંકુર વગર બીજ નથી, એટલે અહીં એ પ્રશ્ન કોઈ ઉપસ્થિત કરે કે “ભાઈ! અંકુર પહેલું કે બીજ પહેલું?” - તે એ પ્રશ્ન કેવળ હાસ્યાસ્પદ ઠરે છે ! બીજ હતું તે અંકુર થયે! પણ બીજી તરફ એ પણ યાદ રાખે કે અંકુર હતું તે જ બી થઈ શકયું. સ્થિતિ તમારી સામે એ આવીને ઊભી રહે છે કે તમારે અંકુર અને બીજની પારસ્પરિક પરંપરા અનાદિકાળની છે એવું