________________
જન્મમરણની ભયંકરતા
પ૩ તમારા જ કલ્યાણની સાધનાનો શાસ્ત્રકારોને હેતુ રહેલો છે. મરી ગયેલે માણસ પોતાને કેસ ચલાવવા આવતું નથી, તે પિતાની તરફેણના કે વિરૂદ્ધના ખરા બેટા સાક્ષીઓને ઊભા કરી શકતું નથી પણ તે છતાં સરકારી વકીલને તેના સંબંધીની અનુકૂળ હકીકત જે કેસમાં આવતી હોય, તે તે કેસ ચલાવવું પડે છે. મરણ પામેલો માણસ કેસ ચલાવવા આવતું નથી, પણ સરકારને તે સંબંધમાં ઘટિત વ્યવસ્થા કરી લેવી પડે છે.
સંકટને ખ્યાલ શા માટે ? તે જ પ્રમાણે આપણે અજ્ઞાન છીએ. જન્મજરામરણના મહા ભયાનક સંકટોને આપણે નથી જાણતા એટલે એ સંકટોને આ દુનિયાના આત્મમાર્ગના વકીલોને એ દુઃખો આપણને સમજાવવા પડે છે અને વકીલ પોતાના અસીલને જેમ તેના કેસની વિગતે સમજાવે છે, તે જ પ્રમાણે આ જ્ઞાનમાર્ગના વકીલે પણ જન્મજરામરણના મહા ભયાનક સંકટને આપણને ખ્યાલ આપે છે ! તમે કહેશો કે એવો આપેલો ખ્યાલ શા કામનો ? જે જન્મજરામરણના સંકટને પ્રત્યક્ષ અનુભવે ખ્યાલ હોય અને તે ખ્યાલ ચકકસપણે સમજી શકાતો હોય એમ કહી શકાય કે જન્મજરામરણના સંકટ મહાભયંકર છે, અન્યથા નહિ!
બીજ અને અંકુર ભાગ્યવાને, કઈ શ્રોતા આવી દલીલ કરે, તે તે દલીલ ઈષ્ટ નથી. ઘણું વાત આપણે પ્રત્યક્ષ જોઈ કે અનુભવી શકતા નથી, છતાં સામાન્ય જ્ઞાનથી તે તે વાતેનું સત્ય આપણે કબૂલ રાખીએ છીએ. ગાંડપણને તમને પ્રત્યક્ષ ખ્યાલ નથી જ ! તમે કઈ પણ વખતે ગાંડા થયેલા નથી જ ! છતાં ગાંડપણની સ્થિતિ કેવી હોય તે તમે બધા સારી રીતે કલ્પી શકે છે. એ જ રીતે ધુમાડા ઉપરથી અગ્નિની શકયતાને પણ તમે ખ્યાલ બાંધી શકે છે ! તમે અગ્નિને પ્રત્યક્ષપણે જોતા નથી. તમારી આંખે અગ્નિના ભડકાને જોઈ શકતી નથી. અવિનની ગરમી તમારી ત્વચાને ઉષ્ણતા આપતી નથી. અગ્નિ તમારી સાથે કોઈ પણ પ્રકારે પિતાના અસ્તિત્વની વાતો કરતો નથી, પણ