________________
જન્મમરણની ભયંકરતા
૫૧. ન ઉચ્ચારતાં અને અનાદિકાળની રખડપટ્ટીને ઉલ્લેખ ન કરતાં સીધો જ ધર્મોપદેશ જ દે ઈષ્ટ છે !
જન્મ, જરા, મરણના ભય વિષે તમારી આગળ જ્યારે વિવેચન કરવામાં આવે છે, ત્યારે તમે એમ દલીલ કરી શકશો કે ગર્ભમાં, આત્માની સ્થિતિ કેવી હતી તેને આત્માને કશો ખ્યાલ રહેવા પામતે નથી. સમજણવાળી દશામાં માણસની બુદ્ધિ જાગૃત હોય છે, અને તેથી તે વીંછી વગેરે વસ્તુઓને દરેક વખતે પ્રત્યક્ષ ન જેવા છતાં તેને ખ્યાલ કરી શકે છે અને તેનાથી બચવાના અને આદરે છે. જંગલમાં સાપ હશે જ, એ કાંઈ નિશ્ચય હેતું નથીછતાં સાપ આવે હોય છે અને તેના પરિણામે આવાં ભયંકર છે, એમ વિચારી માણસમાત્ર એ સાપના ભયમાંથી નિવૃત્ત થવાના પ્રયત્ન સેવે છે!
જ્યારે સાપ જેવી સાધારણ વસ્તુઓના ભયને માણસ જાણે છે અને પછી તેને છોડવાના યને આદરે છે ! તે ગર્ભવાસ જેવી કઠણ દશાને ખ્યાલ માણસને તેની સમજણ અવસ્થામાં આવતું હોય–ખરેખર ખ્યાલ આવતું હોય તે મનુષ્ય શું એ ગર્ભાવાસથી બચવાના યને ન કરે ? જરૂર કરે !
માણસને જે ગર્ભાવાસની કારમી સ્થિતિને ખ્યાલ હય, તે એ ભયંકર દશાની જાગૃત અવસ્થામાં જે સાચી કલ્પના પણ કરી શકતું હોય તે અવશ્ય તે એ દશાને ત્યાગ કરવા પ્રયત્નશીલ થાય અને તેને કહેવું પણ ન પડે કે ભાઈ જન્મજરામરણનાં આવાં આવાં વિકરાળ સંક્ટ તારે માથે ડાચું ફાડીને ઊભાં છે ! મનુષ્યને જે ગર્ભવાસની ભયંકર દશાનું ભાન હેત તે તે એક પળને માટે પણ ધર્મને માર્ગ ન છેડત, પાપની પ્રવૃત્તિ ન આદરત અને અધર્મને પંથે ન જાત! પણ આ ઉપરથી એમ માની લેવાનું નથી કે ગર્ભની સ્થિતિ વિષે જ મતભેદ છે !
ગર્ભાવાસની સ્થિતિ વિશે મતભેદ નથી. ગર્ભાવાસની સ્થિતિ દરેક ધર્મ, દરેક સંપ્રદાય સ્વીકારે છે. ગર્ભાવાસના દુઃખે પણ એ બધાને કબૂલ છે. હિંદુઓ શ્રીકૃષ્ણને