________________
૩૬
આન પ્રવચન દર્શન
ઊભા થયા. સાધુઓ આપત્તિમાં આવી ગયા હતા, તે પ્રસંગે બાહુ અને સુખાડુએ વૈયાવચ્ચેથી ખધા સાધુની સુંદર માવજત કરી હતી.
ભગવાન શ્રી ઋષભદેવજીના જીવ તે વખતે વજ્રસેન નામે મુનિ હતા તેમણે સમુદાયોં ખાહુ–સુબાહુની પ્રશંસા કરતાં કહ્યુ કે બધા સાધુઓ બાહુ, સુબાહુનો વૈયાવચ્ચથી આપત્તિના પાર પામ્યા.” આ પ્રશ ંસા સાંભળી પીઠ અને મહાપીઠને ઇર્ષ્યા થઈ. ઈર્ષ્યા ફેટાના ઊંધા કાચ જેવી ખૂરી ચીજ છે. ફાટાના કાચમાં પગ ઉપર પડે છે અને માથુ' નીચે પડે છે. ઇર્ષ્યા પણ તેવી જ છે. બીજાના સારામાં પેાતાનુ નરસું, ખીજાના નરસામાં પેાતાનું સારૂં દેખાડનાર ઈર્ષ્યા જ છે. વજ્રસેનજીએ બાહુ–સુબાહુને વખાણ્યા, તેની પાઠ-મહાપીઠને ઈર્ષ્યા થઈ. તે પીઠ–મહાપીઠ જો કે પ્રગટપણે કાઈ ને કાંઈ કહેતા નથી, પણ માત્ર હૃદયમાં ગાળ્યા કરે છે કે ‘કરે તેને ગાય !' માત્ર આટલા જ શબ્દો હતા, પણ તે હતા ઈર્ષ્યાના !
વૈયાવચ્ચ માટેના ઉદ્યમ કે જ્ઞાન માટેના ઉદ્યમ એકે ખરાબ નથી. પીઠ અને મહાપીઠના મુદ્દો એ હતા કે વજ્રસેનજીની વૈયાવચ્ચ થઈ એટલે તે માહુ અને સુખાહુને વખાણે જ ને ! વૈયાવચ્ચ કરી હતી તે વાત પણ સાચી હતી; એ જ વાત સીધા સ્વરૂપમાં કહેવામાં આવે તા તે સાચી હતી, વાસ્તવિક હતી, વસ્તુસ્થિતિને યથાર્થ સૂચવનારી હતી, ગુણની પ્રશંસા પણ હતી, પણ આ બન્નેના મુદ્દો તે ઇબ્યાંના હતા. આચાર્યાદિની માવજત થાય છે માટે તેઓ તેમનાં વખાણ કરે છે,’ એ મુદ્દો પીઠ અને મહાપીઠનેા હતા. બસ, આ ઇર્ષ્યાએ તેમને મિથ્યાત્વગુણઠાણે લાવીને મૂકી દીધા.
સમજવા જેવુ... એ છે કે સર્વાર્થસિદ્ધિમાં જવાની યેાગ્યતાવાળા જીવાને પણ ઈર્ષ્યાનું એક વાકય પણ મિથ્યાત્વ સુધી ધકેલે છે! જે કે પીઠ અને મહાપીઠે સૉંચમ છેડયું નથી, વિરતિ છેાડી નથી, આચાર્યાદિની ભકિત મૂકી નથી, જ્ઞાનાધ્યયનમાં વાંધા લીધા નથી, પણ ઈર્ષ્યા માત્રથી પહેલે ગુણસ્થાનકે પટકાયા ! નાક કપાય પણ ઘી મળે' તા કેટલાક તેમાં સંતાષ માને એ વાતને લગતી કહેવત છે કે