________________
ધર્મને પાયે
૪૩
ભમર સુગંધમાં એવો આસક્ત થઈ જાય છે કે હમણાં થોડી સુગંધ લઈ ઉડી જાઉં છું. એમ કરતાં સૂર્યવિકાસી કમળે સૂર્યાસ્ત સમયે બીડાઈ જાય છે ત્યારે તે અંદર રહી જાય છે અને બીજે દિવસે. સૂર્યોદય થાય અને કમળ ઉઘડે તે પહેલાં તે જ્યારે હાથી આવી. કમળનું ભક્ષણ કરી જાય છે ત્યારે તે સાથે ભમરે પણ અંદર મરી જાય છે.
સ્પર્શ ઈદ્રિયના વિષય માટે હાથીનું દષ્ટાન્ત અપાય છે. હાથણીનું ચિત્રામણ કરીને કે દાભની હોથણ બનાવીને જંગલમાં હાથીને બતાવે એટલે તે તે જેતે ખાડા તરફ ખેંચાઈ આવે છે, અને તેમાં અંદર પડે છે, ભૂખ્યા તરસ્યા કેટલાય દિવસ સુધી રહે છે. જે સ્વતંત્રપણે અરણ્યમાં ફરતું હતું તેને પણ અંકુશ તળે રહેવું પડે છે. અર્થાત્ ઇંદ્રિયના વિષયોને વિવેક અને ફળે તે જાનવરોને આપણાં કરતાં પણ અધિક છે, તે તેવા વિષયોના વિવેકને અહીં નહીં લે પરંતુ, કાર્યાકાર્યને વિવેક અને પુણ્ય પાપનો જે વિવેક તે માત્ર મનુષ્યપણામાં જ છે, જાનવર જન્મ, મેટા થાય, ચરી આવે, મજુરી કરે અને જિંદગી પૂરી થાય એટલે ચાલતા થાય. આપણે પણ જન્મ લઈએ કુટુંબ માટે વેપાર કરીએ, વિષયો ભેગવીએ અને જાનવરની માફક જિંદગી પૂરી કરી ચાલતા થઈએ; તે પછી આપણામાં અને જાનવરમાં. ફેર શું છે?
ક્યાંથી આવ્યા ? અને કયાં જશે? આત્માએ પ્રથમ અંધત્વ ટાળવું. આંખને સ્વભાવ છે કે આખા જગતને પોતે દેખે, માત્ર પોતાને પોતે ન દેખે. આંખમાં લગીર રજ પડી હોય તે પિતે તે ન દેખે, પિતાની આંખમાં લાલાશ કે ફૂલું. પડ્યું હોય તે પણ પિતે તે ન દેખે તેમ આ આત્મા અનાદિકાળથી પિતાને માટે પણ અંધ છે, જગત માટે તે દેખતે છે. ધન કુટુંબ કબીલો, ઘર, હાટ, શરીર માટે તે વિચાર કરે, જગતની નિષ્ફળ વસ્તુની. જંજાળ કરે, પણ હું કોણ? કયાંથી આવ્યો ? કયાં જઈ શ? મારું સ્વરૂપ કયું? ઈત્યાદિક વિચારણું તે ન કરે.
આપણે ઘેર ઘેડે, ગાય, બળદ હોય તે જિંદગી એમની એમ