________________
ધર્મને પાયે
૪૭
જેના હૃદયમાં રમી રહ્યો છે તેના અંતઃકરણમાં તે ચાર વસ્તુ રમેલી હોય. એ ચાર વસ્તુ કઈ ? સવારના પહોરથી રાત સુધીમાં એક જ રવું જોઈએ કે “મેં બીજાને ફાયદો કર્યો કર્યો !” પિતાને ફાયદો તે જાનવર પણ કરે છે, પોતાનું કરવામાં ધર્મની છાયા નથી. શત્રુ હે કે મિત્ર હો, સ્વજન હો કે પરજન હો, એક જ ધારણું રહે કે “બીજાનું હિત કેમ થાય !” જ્યારે આવું અંતઃકરણ થાય ત્યારે સમજવું કે ધર્મનો પ્રથમ પાયે થયો. મારે મારું જીવન બીજાનું હિત કરવા માટે પસાર કરવું, બીજા દ્વારા પણ જગતના જીવોનું હિત થાઓ, તેવા એકલા શબ્દો નહીં પણ સાથે સાથે ત્રણ વાત જોડે સમજવાની છે.
માં જાવ #પિ પનિ માં મૂયાત્ જોડ સુરક્ષિત मुच्यताम् जगदप्येषा मतिः मैत्री निगद्यते ॥ १॥
આ મૈત્રીભાવના છે. ખૂન કરનાર પોતે પોતાને ગુને છેવટ સુધી કબૂલત નથી, પોતાના કરેલા દોષે મેઢેથી બેલવા તૈયાર નથી, દરેક મનુષ્ય વચનથી શાહુકાર થવા માગે છે, “પાપ અને પાપકામથી દૂર રહો” તેમ દરેક જીવ કહે છે. જો કે ધર્મનીતિ અને રાજનીતિ આ બેમાં ફરક છે. ગુના ન થવા માટે રાજનીતિ છે. તે ગુના રોકવા પ્રયત્ન કરે છે અને ગુના કરનારને શિક્ષા કરે છે. ધર્મનીતિ મહેર નજર રાખવા કહે છે. વર્તમાનકાળના ગુના રોકવા જાઓ છો. પહેલા ભવના પાપવાળા રોગી, અંધ, દરિદ્ર હોય છે તેવા જના પાપી છે. જેને શિક્ષા કરીએ છીએ તે વર્તમાનના પાપી છે.
પેલા જૂના પાપી, તે માટે ધર્મ કહે છે કે પાપ થઈ ગયું હોય તે પણ શુભ પરિણામ તપસ્યાથી તે પાપ તેડનાર તમે થાઓ, પણ દુઃખ ભેગવી પાપ તોડવાવાળા ન થાએક આ બીજી મૈત્રીભાવનાની શ્રેણી, પાપ કર્યું હોય તે પાપ બીજી રીતે દૂર કરનાર થાવ, દુઃખ ભેગવનાર ન થાઓ.
આ પછી “આખું જગત પાપમુક્ત થઈ ચિદાનંદસ્વરૂપી થાવ.” એમ ધારવું. આ મૈત્રીભાવનાનાં ત્રણ પગથિયાં છેઃ ૧. કોઈ પણ પાપ ન કરો. ૨. કઈ પણ દુઃખી ન થાઓ અને ૩. દરેક ચિદાનંદ સ્વરૂપ