________________
8
------- આનંદ પ્રવચન દર્શન
જરૂરીઆત જ શી? કેમકે તે ધર્મ વગર કંઈ પણ અટકતું નથી. અનાજ વગર ભૂખે મરાયપાણી વગર તૃષાથી તરફડાય, કપડા વગર શીતાદિકષ્ટથી હેરાન થવાય અને મકાન વગર શાંતિ અને આરામ ન અનુભવાય એટલે તે જરૂરી ગણાય, પણ ધર્મ ન હોય તે હરક્ત શી? અર્થાત્ તેની જરૂરીઆત શી રીતે ગણવી ? "
વળી જે કે ધન એ ખાવા-પીવા અને પહેરવા-ઓઢવાના ખપમાં ન આવે, પણ એ ધનથી દુનિયાભરની દરેક વસ્તુ ખરીદી શકાય છે, તેમજ મેળવી શકાય છે, તેમજ તે દ્વારા આનંદ પ્રાપ્ત કરી શકાય છે. તે આવવાથી ફાયદો થતો હોવાથી પણ જરૂરી ગણાય. પરંતુ ધર્મ નહિ આવવાથી નુકશાન નથી, તેમ એના આવવાથી ફાયદો પણ દેખાતે નથી. એક મનુષ્ય ધર્મ કર્યો અને બીજાએ ધર્મ ન કર્યો, કરનારને નફો થયે અને નહિ કરનારને નુકશાન થયું એમ કાંઈ દષ્ટિગોચર થતું નથી. જરૂરી તે જ ગણાય કે જેના “ન આવવાથી અડચણ હોય અથવા આવવાથી ફાયદો હેય” અર્થાત એ ઉપરથી જગતમાં બીન જરૂરી ચીજ ધર્મ છે એમ નકકી થાય છે. આવી રીતે શિષ્ય શંકા કરે છે.
શંકા સામાધાયક દૃષ્ટાંત અને સમજણ સમાધાન આપતાં પૂજ્ય ગુરૂવર્ય શ્રી જણાવે છે કે એક મુસાફર રસ્તે જતું હતું, આંબાને ઝાડને અંગે તેણે બહુ વિચાર કર્યો. વિચારના અંતમાં તે બેલ્થ કે-આ આંબાના આમ્રફળ-કેરી તે ખાવામાં,
આ આંબાની માંજરે કાનની શોભા વધારવામાં, અને આ પાંદડાં મંગલકારણે તેરણમાં અને લાકડાં મકાનમાં કામ આવે છે, પણ આ આંબાનાં મૂળિયાં કે જે જમીનમાં ઘણાં ઊંડા ગયેલાં છે, તે તે કશા કામમાં આવતાં નથી. આંબાનાં લાકડાં તો મકાન બનાવવાના કામમાં આવે છે પણ મૂળિયાં તે તદ્દન નકામાં છે !!!
આવું બોલનાર મુસાફરને રસ્તે ચાલનાર બીજો સમજુ, અને અનુભવી મુસાફર સમજાવે છે કે “મહાનુભાવ! આમ્રફળ-માંજરપાંદડાં–અને લાકડાં એ બધા મૂળિયાંના ભસે જ છે. મૂળ કપાયા પછી આબે પડી જાય અને કેરી, પાંદડાં, મેગરો પહેલાનાં હોય તે