________________
- આનંદ પ્રવચન દર્શન કષ્ટ વેઠવા તૈયાર છે, કૂતરી પણ પિતાનાં બચ્ચાંને બચાવવાની ભાવનાવાળી છે, તે શું ત્યાં અહિંસા અગર દયારૂપી ધર્મ માની લે? આ રીતે ગણીએ તે તે ઉદારતા, પવિત્ર વર્તન, દુઃખ સહન કરવાપણું મનાય. સારા સંકલ્પ કોના નથી ? વાસ્તવિક રીતે ધર્મ તે કે જે દુર્ગતિમાં પડતાં બચાવે. - - નાસ્તિક પણ મેાતને માનવામાં અસ્તિક છે
દુનિયામાં સદ્દગતિ અને દુર્ગતિ માટે, પરલોક હોવા માટે, મેક્ષના અસ્તિત્વ માટે, સ્વર્ગ નરકાદિ ગતિ માટે, જે કે બે મત છે, પણ જગતભરમાં મોતને માટે તે ઢોલ વગાડીને એક જ મત છે એમ કહેવાય. જે કે નાસ્તિક બીજું બધું નથી માનતે, પણ મોતને માન્ય વિના તેને પણ છૂટકો નથી. આખી જિંદગી ધમપછાડા કરીને મેળવેલાં ધન ધાન્યાદિ પણ અહીં મૂકીને જ મરવું પડે છે, એમ તો નજરોનજર નિહાળતો હોય છે અને તે સ્વીકારે છે. જયારે બધું મૂકીને જ જવું છે તે આ આરંભ, સમારંભ, પરિગ્રહ, કૂડકપટ, પ્રપંચ, લભ વગેરે શા માટે ? - જીવનની જરૂરિયાત કેટલી ? ખેરાક–ષિાક પૂરતું ન મળે એમ નથી, તે વધારા માટે જ ધમાલ છે ને ? તે વધારે કોના માટે? પુત્રાદિ માટે ને ! છોકરા માટે છેલાવાનું પણ કબુલ છે ને ! સંસારની માયામાં જેમ વધારે લપટાશે તેમ વધારે નીચે ઉતરવાનું છે, ગબડવાનું છે, સ્ત્રી, પુત્ર, માબાપ કે કોઈપણ હોય, ગમે તેની પ્રત્યે માયાથી લેપાયું, તે એ દુર્ગતિમાં પડવાનું તે નકકી જ છે, દુર્ગતિમાં પડતાં બચાવી રાખે, સ્વર્ગ કે મેક્ષમાં ધારણ કરી રાખે તે ધર્મ.
ધર્મ સદ્દગતિને આપનારો એમ ન કહ્યું, પરંતુ દુર્ગતિથી બચાવનાર જ કહ્યો, કારણ કે દુર્ગતિમાં પડતે રોકાયે એટલે સદગતિ સ્પષ્ટ જ છે. ધર્મ, સ્વર્ગ (દેવલોક) તથા અપવર્ગ (મેક્ષ) બનેને આપનાર છે, સમ્યગદષ્ટિ આત્મા વૈમાનિક દેવલેક સિવાયનું આયુષ્ય બાંધે નહિ. જે દેવકના રસ્તા તે જ મેક્ષના રસ્તા છે અને જે એક્ષના રસ્તા તે જ દેવલોકના રસ્તા છે !