________________
હo
---આનંદ પ્રવચન દર્શન
પુષ્ટિ માટે અપાતા જ્ઞાનના દાતા જે જ્ઞાનદાતા છે, તે તે ધર્મના ઉપદેશની કોઈ જરૂર નથી.
જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા, મિક્ષ, આત્મા, અને કર્મ વગેરેનું સ્વરૂપ જે જણાવાય તેનું જ નામ જ્ઞાનદાન છે.
આત્માના ઉદયને માટે, તેના કલ્યાણને માટે, અપાતું જ્ઞાન તે જ જ્ઞાનદાન છે.
મિથ્યાત્વને હઠાવનારું, સમ્યકત્વ તરફ દોરનારું, કષાને નાશ કરનારું જે જ્ઞાન અપાય, તેમજ ધર્મના અજાણને ધર્મ સમજાવાય તે જ જ્ઞાનદાન છે તેથી વ્યાવહારિક જ્ઞાનને જ્ઞાનદાન કહેવાય નહિ.
દેશનાથી કે પુસ્તકથી ધર્મનું જ્ઞાન દેવાય તે પણ જ્ઞાનદાન ! ધાર્મિક જ્ઞાનનાં સાધને અપાય તેને પણ જ્ઞાનદાનમજિ સમાવેશ થાય છે.
તમામ સગવડવાળું છતાંયે ઘર ભાડાનું ! શાસ્ત્રકાર મહારાજા કલિકાલ સર્વજ્ઞ ભગવાન મહારાજ શ્રીમદ્ હેમચંદ્રસૂરીજી, ભવ્ય જીને ધર્મોપદેશ આપતાં પ્રથમ સૂચવી ગયા કે દુર્ગતિથી આત્માને જે બચાવે તેને ધર્મ કહેવામાં આવે છે, આ લક્ષણથી ધર્મનું અદ્વિતીયપણું જણાવ્યું. આ દુન્યવી પદાર્થો, ભેગો અને તેનાં સાધનો, પેસે, ટકે, સ્ત્રી, પુત્ર પરિવાર, વાડી-વજીફા, બાગ બગીચા, માળા મહેલાત, વગેરે જેની ઈચ્છા કરીએ, તે પદાર્થો મળ્યા પછી તેના રક્ષણથે એકી પહેરા ગોઠવીએ છીએ ! મળેલાનો નાશ ન થાય બલકે વૃદ્ધિ થાય તે માટેના પણ સતત પ્રયત્ન કરીએ છીએ, પણ તે તમામ પદાર્થો ભાડાના ઘર જેવા છે.
ભાડાનું મકાન ખૂબ સુંદર હય, છેલામાં છેલા જમાનાની તમામ સગવડવાળું હોય, અનુકૂળતા માત્ર તેમાં હોય, પણ ભાડું ભરીએ ત્યાં સુધી તેમાં રહી શકાય. ભાડું ભરવાનું બંધ થાય એટલે ત્યાંથી નીકળવું જ પડે છે. ભાડાના ઘરની જ ભાડું ભરીએ ત્યાં સુધી ખરી, પણ પછી તે સુખ પળવાર ટકી શકતું નથી, તેમ આ