________________
ધર્મ અને જ્ઞાનદાન
તમે જન્મથી દારૂડિયા કદી જોયા છે? પહેલાં થેડે છેડે દારૂ લે પછી વધારે લેતાં લેતાં દારૂડિયા થાય, તે એવા દારૂડિયા થાય કે ભાણામાં પાંચ સાત પકવાન હોય તે પણ દારૂ યાદ કરે ! દારૂ વગર તેને પકવાનની લહેજત આવે જ નહિ. એમ કહો કે દારૂડિયે પકવાનને લાત મારે, ફગાવી દે. પણ દારૂ જાતે કરે તેને પાલવે નહિ. જે બે પાંચ વરસમાં દારૂડિયાની આ દશા થાય તે આ જીવ તે અનાદિકાળથી મિથ્યાત્વ, અવિરતિ, અને કષાયાદિથી રંગાયેલા છે. દારૂનું બે પાંચ વર્ષનું વ્યસન જ્યારે ટાળવું-ટળાવવું ભારે પડે છે, તે આ જીવ તે મિથ્યાત્વાદિ ઝેરને અનાદિથી કીડે છે ના વ્યસની નથી, તેને ધર્મરૂપી સાકર કે અમૃત કેમ ?
ઝેરને કીડો સાકરને ઝેર સમજે છે, કેમકે તેણે ઝેરમાં જ મીઠાશ માની છે. તેમ મિથ્યાત્વ, અવિરિત તથા કષાયમાં જ માચેલો ફલે. એ આ જીવ સમ્યક્ત્વ, વિરતિ અને ક્ષમાદિ ગુણેને ઝેર માને છે. અર્થાત્ તેમને ઝેર જેવા માને છે. કર્મ તરફ ધસારાબંધ જીવ. ધસી રહ્યો છે, અને ધર્મ કરવાની વાત આવે કે ધબાય નમઃ | જેમ ડુંગર ચઢતાં કેડે હાથ દેવ પડે, હાંફી જવાય, છાતી ભરાય, તેમ, વિરતિ તથા ક્ષમાદિક ગુણેના સ્વીકારવામાં આત્માને પારાવાર મુશ્કેલી પડે છે, તેમાં તેને આનંદ નથી અને તે માટે તેનું લક્ષ્ય મંદ છે: કહોને કે નથી !
ઝેરના કીડાને સાકર તરફ આવવાનું મન પણ થતું નથી, કેમકે તેને ઝેરમાં જ આનંદ આવે છે. તેમ આ જીવ અનાદિથી મિથ્યાવને કીડો છે. તેને ધર્મરૂપી અમૃત તરફ જવું મુશ્કેલ પડે છે.
જીવ માત્ર દુર્ગતિ તરફ ધસી રહ્યો છે, તેને અટકાવે કોણ ?
આ દશામાં બચાવનાર એક ધમ જ છે. દુર્ગતિમાં પડતા અથવા પડી રહેલા જીવોને પડતાં અટકાવે, ધારી રાખે, તે ધર્મ. જે તમામ ક્રિયામાં ધર્મનું આરોપણ કરીએ તે અધર્મ રહેશે જ કયાં? પોતાનાં બાળકોને તથા કુટુંબને કેણુ ખાવાપીવા,પહેરવા, એાઢવા નથી આપતું ? તે શું તેને દાન ગણવું ? સુખશીલીએ મનુષ્ય પણ કુટુંબ માટે