________________
૪૨
જૈન કાવ્યસાહિત્ય
પરવર્તી આચાર્યોએ રવિષેણ અને તેમની કૃતિનો સમ્માનપૂર્વક ઉલ્લેખ કર્યો છે. ઉદ્યોતનસૂરિએ કુવલયમાલામાં અને જિનસેને (દ્ધિ.) હરિવંશપુરાણમાં તેમને યાદ કર્યા છે.
રવિષેણે સુધર્માચાર્ય, પ્રભવ અને કીર્તિધર સિવાય કોઈ પૂર્વાચાર્ય યા પૂર્વવર્તી કૃતિનો ઉલ્લેખ કર્યો નથી.
આ પદ્મચરિત ઉપર રાજા ભોજ (પરમાર)ના રાજ્યકાલ સં. ૧૮૮૭માં ધારાનગરીમાં શ્રીચન્દ્ર મુનિએ એક ટિપ્પણ લખ્યું છે.'
રામાયણ – આ સરલ સંસ્કૃત ગદ્યમાં લખાયેલી રચના છે. કોઈ પૂર્વવર્તી પદ્યાત્મક કૃતિનું આ પરિવર્તિત રૂપ છે. તેને જૈન રામાયણ પણ કહે છે.
રચયિતા અને રચનાકાળ – આની રચના તપાગચ્છીય વિજયદાનસૂરિના પ્રશિષ્ય અને રામવિજયના શિષ્ય દેવવિજયે વિ.સં. ૧૬પ૨માં કરી હતી. તેનું સંશોધન ધર્મસાગરગણિના શિષ્ય પદ્મસાગરે કર્યું હતું.
પદ્મપુરાણ નામની અન્ય કૃતિઓ (સંસ્કૃત) –
૧. પદ્મપુરાણ – જિનદાસ (૧૬મી શતાબ્દી). તે ભટ્ટારક સકલકીર્તિના શિષ્ય હતા. તેમાં તેમણે રવિષેણના પદ્મપુરાણનું અનુસરણ કર્યું છે. તેનું બીજું નામ રામદેવપુરાણ છે. ૨. પદ્મપુરાણ (રામપુરાણ) – સોમસેન (સં. ૧૬૫૬)
– ધર્મકીર્તિ (સં. ૧૬૬૯) – ચન્દ્રકીર્તિ ભટ્ટારક – ચન્દ્રસાગર – શ્રીચન્દ્ર – શુભવર્ધનગણિ (પ્રકાશિત - હીરાલાલ હંસરાજ કામનગર,
સદ્. ૧૯૧૭) ૮. રામચરિત્ર
– પદ્મનાભ ૯. પદ્મપુરાણપંજિકા
– પ્રભાચન્દ્ર યા શ્રીચન્દ્ર
જે ૪ % $
૧. પૃ. ૪ (સિંઘી જૈન ગ્રંથમાલા, ૪૫) ૨. સર્ગ ૧. ૩૬ 3. પ્રેમી, જૈન સાહિત્ય ઔર ઇતિહાસ, પૃ. ૨૮૬-૨૯૦ ૪. જિનરત્નકોશ, પૃ. ૩૩૧ - ૫. એજન, પૃ. ૨૩૪, ૩૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org