________________
ઐતિહાસિક સાહિત્ય
४४
લલચાયું. તેના લોભી સહચરોએ કહ્યું કે પાટણની મોટી લક્ષ્મી ઘેર બેઠા તમારી પાસે અહીં આવી ગઈ છે અને ઘણા લોકોએ સંઘને લૂંટી પોતાના ખજાના ભરી દીધા. રાજાને એક તરફ લક્ષ્મીનો લોભ અને બીજી તરફ જગતમાં અપકીર્તિ ફેલાવાનો ભય હતો એટલે તે દ્વિધામાં હતો. રાજાએ સંઘને ઘણા દિવસ સુધી ત્યાંથી જવા ન દીધો. ત્યારે ગ્રન્થકારના પ્રભાવક ગુરુ આચાર્ય હેમચન્દ્ર (બીજા હેમચન્દ્ર) તક જોઈ ખેંગારની સભામાં ગયા અને તેને ધર્મોપદેશ આપી તેના દુષ્ટ વિચારને બદલી નાખ્યો અને સંઘને આપત્તિમાંથી બચાવી લીધો, વગેરે. આ જાતની કેટલીય ઐતિહાસિક વાતો ગ્રન્થકારે આ પ્રશસ્તિમાં આપી છે. અણહિલવાડ, ભરુચ, આશાપલ્લી, હર્ષપુર, રણથંભોર, સાંચોર, વણથલી, ધોલકા અને ધંધુકા વગેરે સ્થાનોનો તથા મંત્રી શાસ્તુ, અણહિલપુરના શેઠ સીયા, ભરૂચના શેઠ ધવલ અને આશાપલ્લીના શ્રીમાલી શેઠ નાગિલ વગેરે કેટલાય પ્રખ્યાત નાગરિકોનો ઉલ્લેખ આ પ્રશસ્તિમાં છે. સુપાસનાહચરિયની પ્રશસ્તિ
ઉપર્યુક્ત શ્રીચન્દ્રસૂરિના ગુરુભાઈ લક્ષ્મણગણિએ સં. ૧૧૯૯ના માઘ સુદી દશમી ગુરુવારના દિવસે માંડલમાં રહીને સુપાસનાચરિય નામનો મોટો ગ્રન્થ રચ્યો. તેના અંતે ૧૭ ગાથાઓની એક સારી પ્રશસ્તિ છે. તે પ્રશસ્તિમાં મહત્ત્વની વાતો છે પરંતુ સૌથી મહત્ત્વની વાત તો એ છે કે જે સમયે આ ગ્રન્થ પૂરો થયો તે સમયે અણહિલપુરમાં રાજા કુમારપાલ રાજ્ય કરતા હતા. કુમારપાલના રાજયનો આ સમકાલીન પ્રથમ ઉલ્લેખ છે. પ્રબન્ધચિત્તામણિ વગેરેમાં આ રાજાનો રાજગાદી ઉપર બેસવાનો સમય સં.૧૧૯૯ આપ્યો છે. આ ઉલ્લેખ તત્કાલીન અને અસંદિગ્ધ કથન સાથે બરાબર મેળ ખાય છે. ડો. દેવદત્ત ભાંડારકરે એક વખત ગોધરા અને મારવાડના એક લેખનો ભ્રાન્ત અર્થ કરી કુમારપાળ સં. ૧૨૦૦ પછી રાજગાદી ઉપર આવ્યો હોવાની સંભાવના જણાવી હતી અને કહ્યું હતું કે પ્રબન્ધચિન્તામણિમાં આપેલું વર્ષ સાચું નથી, પરંતુ ઉક્ત સમકાલીન પ્રશસ્તિના ઉલ્લેખથી ભાંડારકરના મતનો નિરાસ થઈ જાય છે. નેમિનાહચરિઉની પ્રશસ્તિ - સં. ૧૨૧૬માં કુમારપાલના રાજ્યકાલમાં હરિભદ્રસૂરિ નામના એક આચાર્યું નેમિનાહચરિઉ નામના ગ્રન્થમાં એક પ્રશસ્તિ અપભ્રંશમાં લખી છે. મસ્ત્રી પૃથ્વીપાલની પ્રેરણાથી આચાર્યે આ ગ્રન્થ રચ્યો છે. તેથી ગ્રન્થકારે પોતાની ગુરુપરંપરાના પરિચયની સાથે આ મંત્રીના પૂર્વજોનો પણ ઓછોવત્ત પરિચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org