________________
પ૯૨
જેન કાવ્યસાહિત્ય
નવ રસોનું આલેખન થયું છે. સંભવ છે કે સ્ત્રીપાત્ર વિના શૃંગારિક ભાવની ખોટ હતી એટલે તેને પૂરી કરવા માટે જયતલદેવીને દાખલ કરવામાં આવ્યા. જો આપણે તેને નાટકની નાયિકા સમજીએ તો વીરધવલને નાટકના મુખ્ય નાયક માનવા પડે અને નાટકકારે સંભવતઃ એ સ્વીકારીને અત્તમાં વરધવલ પાસે ભરતવાક્ય બોલાવડાવ્યું છે. બીજી રીતે વિચારતાં નાટકનું મુખ્ય પાત્ર વસ્તુપાલ લાગે છે કારણ કે તેના મહાન વ્યક્તિત્વથી બધી ઘટનાઓ છવાઈ ગઈ છે. મુદ્રારાક્ષસમાં ચાણક્યની જેમ આ નાટકમાં વસ્તુપાલને ચિત્રિત કરવાનો પ્રયત્ન જણાય છે.
કર્તા અને રચનાકાલ- આ નાટકના લેખક જયસિંહસૂરિ છે. તે વીરસિંહસૂરિના શિષ્ય તથા ભરૂચના મુનિસુવ્રતનાથ ચૈત્યના અધિષ્ઠાતા હતા. આ નાટકના કર્તા જયસિંહસૂરિ અને દ્વિતીય જયસિંહસૂરિને એક માનવાની ભૂલ ન કરવી જોઈએ કારણ કે દ્વિતીય જયસિંહસૂરિ કૃષ્ણર્ષિગચ્છના આચાર્ય તથા મહેન્દ્રસૂરિના શિષ્ય હતા, તેમણે સં. ૧૩૦૮માં કુમારપાલચરિતની રચના કરી હતી.
નાટકકાર આ કૃતિમાં વસ્તુપાલ-તેજપાલના દાનકાર્યોથી પ્રભાવિત જણાય છે. તેમણે વસ્તુપાલના પુત્રની વિનંતીથી આ નાટકની રચના કરી હતી.
આ નાટકની રચના વિ.સં.૧૨૭૯ અર્થાત્ જયન્તસિંહના રાજ્યપાલત્વની પ્રારંભતિથિ અને જેસલમેરના ભંડારમાં સુરક્ષિત તાડપત્રીય પ્રતિની લેખનતિથિ વિ.સં.૧૨૮૬ વચ્ચેના સમયગાળામાં કોઈ સમયે થઈ હશે.'
જયસિંહસૂરિની બીજી કૃતિ ૭૭ પદ્યોમાં રચાયેલી વસ્તુપાલ-તેજપાલ પ્રશસ્તિ
કરુણાવજાયુધ
આ એકાંકી નાટક છે. તેની કથાવસ્તુમાં વજાયુધ ચક્રવર્તીને બાજ પક્ષીને પોતાનું માંસ આપીને કબૂતરની રક્ષા કરતા દર્શાવ્યા છે. તેની રચના વરધવલના
૧. મહામાત્ય વસ્તુપાલ કા સાહિત્યમંડલ ઔર સંસ્કૃત સાહિત્ય મેં ઉસકી દેન, પૃ. ૧૦૯. ૨. જિનરત્નકોશ, પૃ. ૬૮; જૈન આત્માનન્દ સભા, ક્રમાંક પ૬, ભાવનગર, વિ.સં.૧૯૭૩;
આનો ગુજરાતી અનુવાદ અમદાવાદથી વિ.સં.૧૯૪૩માં પ્રકાશિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org