________________
પ૯૦
જૈન કાવ્યસાહિત્ય
આના કર્તાનું નામ રત્નસિંહ આપ્યું છે. કર્તાએ પોતાનો સમય અને પરિચય નથી આપ્યો પરંતુ સંભવ છે કે તે નેમિનાથચરિત ઉપર આધારિત ૪૮ પદ્યોના સમસ્યાપૂર્તિકાવ્ય “પ્રાણપ્રિય'ના કર્તા હોય.
છાયાનાટકોની આ કેટલીક રચનાઓ જોવાથી આપણે એટલું તો કહી શકીએ છીએ કે સંસ્કૃતનાં છાયાનાટકો સંક્ષિપ્ત અને સરળ એકાંકી રચનાઓ હતી. બન્ને રચનાઓમાં ગદ્યપદ્યનો પ્રયોગ છે પરંતુ ધર્માભ્યદયમાં પદ્યથી ઘણું વધારે ગદ્ય છે. તેમનાં કેટલાંક પાત્રો પાસે પ્રાકૃતમાં પણ સંવાદ કરાવવામાં આવ્યા છે. સાહિત્યમાં છાયાનાટક કહેવાતી શૈલી અપેક્ષાકૃત પાછળની છે કારણ કે નાટ્યશાસ્ત્રના ગ્રન્થોમાં તેનો ક્યાંય ઉલ્લેખ નથી થયો. આ નાટકોમાં પૂતળીનો પ્રયોગ એ વાતનું સૂચન કરે છે કે સંસ્કૃત નાટકના વિકાસમાં કઠપૂતળીનાં છાયાનાટકોનો પણ હાથ
છે. ૧
હમ્મીરમદમર્દન
આ નાટકનું સંસ્કૃત સાહિત્યમાં પોતાનું આગવું સ્થાન છે. પૌરાણિક ઘટનાઓ પર લખાયેલાં સંસ્કૃત નાટકો તો બહુ મળ્યાં છે પરંતુ તેમાં ઐતિહાસિક નાટકો તો ગણ્યાગાંઠ્યાં છે અને તેમાંય સમકાલીન ઘટનાઓનું ચિત્રણ કરનારાં તો છે જ નહિ, પરંતુ સૌભાગ્યથી હમ્મીરમદમર્દનની રચના સમકાલિક ઘટના ઉપર થઈ
તેમાં ગુજરાતના વાઘેલાવંશી રાજા વિરધવલ અને તેના મંત્રી વસ્તુપાલે મુસલમાનોના આક્રમણને કેવી રીતે ખાળ્યું એનું ચિત્રણ છે.
નાટકના શીર્ષકમાં આવતો હમ્મીર અરબી શબ્દ છે. તે અમીરનું અપભ્રંશ રૂપ છે. તેનો અર્થ તે ભાષામાં “એક સરદાર' થાય છે. અહીં તે દિલ્હીના સુલતાન માટે પ્રયોજાયો છે. આ સુલતાનને નાટકમાં ક્યાંક ક્યાંક મિલઠ્ઠી કાર પણ કહેવામાં આવેલ છે.
૧. મહામાત્ય વસ્તુપાલ કા સાહિત્યમંડલ, પૃ. ૧૬૬ ૨. જિનરત્નકોશ, પૃ. ૪પ૯; ગાયકવાડ પ્રાચ્ય ગ્રન્થમાલા, ક્રમાંક ૧૦, વડોદરા, ૧૯૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org