________________
૫૯૪
જૈન કાવ્યસાહિત્ય
તેમના બાકીના પાંચ ભાઈઓ શ્રીકુમાર, સત્યવાક્ય, દેવવલ્લભ, ઉદયભૂષણ અને વર્ધમાન પણ કવિઓ હતા પરંતુ આપણે તેમનાથી પ્રાય: અપરિચિત છીએ.
હતિમલ્લનાં બિરુદો હતાં સરસ્વતી સ્વયંવરવલ્લભ, મહાકવિતલજ અને સૂક્તિરત્નાકર. રાજાવલકથાના કર્તાએ કવિને ઉભયભાષાકવિચક્રવર્તી કહ્યા છે.
હતિમલ્લ પોતે ગૃહસ્થ હતા. તેમના વંશજ બ્રહ્મસૂરિએ પોતાના પ્રતિષ્ઠાસારોદ્ધારમાં કવિના પુત્રપૌત્રાદિનું વર્ણન કર્યું છે અને તેમનું નિવાસસ્થાન ગુડિપત્તન (તાંજોરનું દીપગુડિ) દર્શાવ્યું છે.
હસ્તિમલ્લનું મૂળ અસલ નામ શું હતું, એની જાણ નથી. આ બિરુદ તેમને પાંડ્ય રાજા તરફથી મળ્યું હતું. પાંડ્ય રાજાનો ઉલ્લેખ કવિએ કેટલાંય સ્થાને કર્યો છે પરંતુ તે પાંડ્ય રાજા કોણ હતા અને તેમની રાજધાની ક્યાં હતી એનો ઉલ્લેખ ક્યાંય મળતો નથી.
હસ્લિમલ્લનો સમય કર્નાટકકવિચરિત્રના કર્તા આર. નરસિંહરાચાર્ય ઈ.સ. ૧૨૯૦ અર્થાત વિ.સં.૧૩૪૮ નિશ્ચિત કર્યો છે. સ્વ. ૫. જુગલકિશોર મુન્નાર બ્રહ્મસૂરિને વિક્રમની ૧૫મી શતાબ્દીના વિદ્વાન માને છે, અને હતિમલ્લ તેમના પિતામહના પિતામહ હતા, તેથી ૧૦૦ વર્ષ પહેલાંનો હસ્તીમલ્લનો સમય ચૌદમી શતાબ્દી અનુમાન દ્વારા નિશ્ચિત કરી શકાય.
હસ્તિમલ્લના ચાર નાટકો પ્રકાશિત થયાં છે. તે ચાર છે – અંજનાપવનંજય, સુભદ્રાનાટિકા, વિક્રાન્તકૌરવ અને મૈથિલીકલ્યાણ (ત્રોટક). તેમણે રચેલાં બીજાં ચાર નાટકોનો ઉલ્લેખ માત્ર મળે છે. આ નાટકો છે – ઉદયનરાજ, ભરતરાજ, અર્જુનરાજ અને મેઘેશ્વર. અન્ય એક રચના “પ્રતિષ્ઠાતિલકનો પણ ઉલ્લેખ મળે છે અને સંભવતઃ તેની હસ્તપ્રત આરાના સિદ્ધાન્તભવનમાં છે. તેમણે કન્નડ ભાષામાં રચેલા આદિપુરાણ (પુરુચરિત) અને શ્રીપુરાણ બે ગ્રન્થો પણ મળે છે.'
અહીં ઉક્ત કવિએ રચેલાં ચાર નાટકોનો પરિચય આપીએ છીએ.
૧. વિશેષ પરિચય માટે જુઓ “અંજનાપવનંજય' (માણિકચન્દ્ર દિગંબર જૈન ગ્રન્થમાલા,
મુંબઈ)ની અંગ્રેજી પ્રસ્તાવના, પૃ. ૫-૧૪ તથા હિન્દી પ્રસ્તાવના, પૃ. ૬૩-૬૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org