________________
૬૦૦
જૈન કાવ્યસાહિત્ય
રબ્બામંજરીમાં આપી છે લગભગ તેવી જ પ્રબન્ધોમાં પણ આપી છે. તેથી સ્પષ્ટ થઈ જાય છે કે નયચન્દ્રનો નાયક ગઢવાલ જૈત્રીન્દ્ર (જયચન્દ્ર) ઐતિહાસિક વ્યક્તિ હતો. નયચન્દ્ર કપૂરમંજરીના ઢંગનું સટ્ટક બનાવવા માટે કથાનકમાં કેટલાક ઉમેરા કર્યા છે.
જો કે લેખકે પ્રસ્તુત કૃતિને એક રીતે કપૂરમંજરીથી શ્રેષ્ઠ કહી છે પરંતુ હકીકતમાં તે કપૂરમંજરીનું અનુકરણ છે. વસંતવર્ણન, વિદૂષક અને દાસી વચ્ચેનો કલહ, દ્વારપાલે વિરહી રાજાનું ચિત્ત પ્રકૃતિવર્ણન તરફ વાળવું વગેરે કપૂરમંજરીનું સ્મરણ કરાવે છે. કેટલાક ભાવો તો થોડા અત્તર સાથે બન્નેમાં સરખા છે, જેમ કે વિદૂષકનું સ્વપ્રદર્શન તથા અશોક, બકુલ અને કુરબકથી રાજાની વાસનાઓનું ઉત્તેજિત થવું અને પ્રેમપત્રનો આશય આદિ.
જો કે કપૂરમંજરીનું કથાનક નાનું છે પરંતુ તેની જરા પણ તુલના રશ્મામંજરી સાથે નથી કરી શકાતી. આ સટ્ટકનો ઉદેશ્ય શો છે એ અન્ત સુધી જાણવા મળતું નથી અને ન તો ફળની પ્રાપ્તિ થાય છે. કથાનો અંત કેવી રીતે થયો એ જિજ્ઞાસા અંત સુધી રહે છે. આ એક ખંડિત સટ્ટક છે. રશ્મામંજરીનાં પ્રાકૃત પદ્ય એટલાં પ્રભાવવાળાં નથી જેટલાં કે કપૂરમંજરીનાં છે. નયચન્દ્ર સંસ્કૃતમાં ભાવાભિવ્યક્તિ કરવામાં મહાન પંડિત હતા અને તેમનાં કેટલાંક પઘો ખરેખર તેમની કવિત્વશક્તિનાં પરિચાયક છે. દશ્યકાવ્ય તરીકે રજ્જામંજરીનો કોઈ સારો પ્રભાવ નથી. સભ્ય પ્રેક્ષકવૃંદ સમક્ષ રંગમંચ ઉપર એક રાજાને એક પછી બે રાણીઓથી કામવિદ્વલ બનતો દેખાડવો એ કેવી રીતે સારું હોઈ શકે? તેના શૃંગારપૂર્ણ ભાવો પણ ગંભીર અને ઉદાત્ત નથી. ચિત્રણમાં પણ પ્રભાવની અપેક્ષાએ દેખાડો વધુ છે.
કવિએ નટ, સૂત્રધાર, પ્રતિહારી દ્વારા રાજાની પ્રશંસામાં સંસ્કૃત, પ્રાકૃત અને મરાઠી છંદોનો પ્રયોગ કર્યો છે. આ એક મહત્ત્વપૂર્ણ શૈલી છે કે નયચન્દ્ર સંસ્કૃત બોલનારાં કેટલાંક પાત્રોનાં મુખમાં પ્રાકૃત પદ્યો પણ મૂકી દીધાં છે અને પ્રાકૃત બોલનારાં પાત્રોનાં મુખમાં સંસ્કૃત પદ્ય. સટ્ટકમાં સંસ્કૃતનો પ્રયોગ શાસ્ત્રસમ્મત ન હોવાથી અહીં વ્યતિક્રમ સૂચવે છે.
કર્તા અને રચનાકાલ – આના કર્તા નયચન્દ્રસૂરિ છે. તેમની એક અન્ય ઐતિહાસિક કૃતિ “હમ્મીરમહાકાવ્ય છે. ઉક્ત કાવ્યના પ્રસંગે તેમનો વિસ્તૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org