________________
૬૦૨
જૈન કાવ્યસાહિત્ય
કર્તા અને રચનાકાળ – આના કર્તા વાદિચન્દ્ર છે. તે મૂલસંઘના ભટ્ટારક જ્ઞાનભૂષણના પ્રશિષ્ય અને પ્રભાચન્દ્રના શિષ્ય હતા. તેમણે ઉક્ત નાટકને માઘ સુદી ૮ વિ.સં. ૧૬૪૮ના દિવસે મધૂક નગર (મહુવા, ગુજરાત)માં સમાપ્ત કર્યું હતું. તેમનો પરિચય પહેલાં આપી દીધો છે.
અન્ય નાટકોમાં આગમગશ્કેશ મલયચન્દ્રસૂરિકૃત “મન્મથમથનનાટ્ય અપર નામ “સ્થૂલભદ્રનાટક' ઉલ્લેખનીય છે. તેની રચના આચાર્ય સ્થૂલભદ્ર અને કોશા (વેશ્યા)ના ઉપાખ્યાન ઉપર કરવામાં આવી છે. આ ગાયકવાડ પ્રાચ્ય વિદ્યા સંસ્થાનના જર્નલમાં (૧૯૬૬-૬૭) પ્રકાશિત થયેલ છે.
મેઘવિજયગણિકૃત “યુક્તિપ્રબોધનાટકમાં વાણારસીય મત (દિગ.તેરાપન્થ)નું ખંડન કરવામાં આવ્યું છે. આના ઉપર સ્વોપજ્ઞ ટીકા પણ મળે છે.
જિનરત્નકોશમાં કવિ અહંદુદ્દાસરચિત “અંજનાપવનંજય અને કેશવસેન ભટ્ટારકકૃત “ઋષભદેવનિર્વાણાનન્દ નાટકનો ઉલ્લેખ મળે છે. સાહિત્યિક ટીકાઓ
જૈન વિદ્વાનોએ કેવળ સ્વતન્તરૂપે કાવ્યસાહિત્યનું સર્જન જ નથી કર્યું પરંતુ ભાવી પેઢીઓ માટે તે સાહિત્યને બોધગમ્ય બનાવવા માટે લઘુ તથા વિશાલકાય ટીકાઓ (વિભિન્ન નામોવાળી) પણ રચી છે. તે ટીકાઓનો યથાસંભવ ઉલ્લેખ અમે તે તે કાવ્યના પ્રસંગમાં કરતા આવ્યા છીએ. તો પણ ગ્રન્થભંડારોની પ્રકાશિત બૃહત્ સૂચીઓમાંથી અનેક અજ્ઞાત ટીકાઓની જાણકારી મળતી રહી છે. તેમને જિજ્ઞાસુઓ કષ્ટ કરીને ત્યાંથી જાણી લે.
જૈન વિદ્વાનોએ કેવળ જૈન સાહિત્ય ઉપર જ ટીકાઓ નથી લખી પરંતુ સાંપ્રદાયિકતાનો મોહ છોડીને તેમણે જૈનેતર સાહિત્યના ન્યાય, વ્યાકરણ, જયોતિષ આદિ ગ્રન્થો ઉપર સંસ્કૃત ભાષામાં બહુવિધ ટીકાઓ લખવા સાથે જ જૈનેતર કાવ્યો, નાટકો, દૂતકાવ્યો વગેરે ઉપર વિશિષ્ટ અને સમાદરણીય ટીકાઓ પણ લખી છે જેમાંથી અનેક ટીકાઓથી સંસ્કૃતનો અધ્યેતાવર્ગ સુપરિચિત છે અને લાભાન્વિત પણ છે.
१. वसुवेदरसाब्जाङ्के वर्षे माघे सिताष्टमीदिवसे।
श्रीमन्मधूकनगरे सिद्धोऽयं बोधसंरम्भः ॥ ३ ॥ ૨. જિનરત્નકોશ, પૃ. ૩૨૦ ૩. એજન, પૃ. ૪ ૪. એઝન, પૃ. ૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org