________________
લલિત વાક્રય
કાદમ્બરી ઉ૫૨ એક માત્ર પ્રકાશિત પ્રાચીન ટીંકાના લેખક ભાનુચંદ્રગણિસિદ્ધિચંદ્રગણિનું નામ કયા સંસ્કૃતજ્ઞથી અજાણ્યું છે ? કાવ્યપ્રકાશના મર્મજ્ઞ માણિક્યચન્દ્રસૂરિ તેના ઉપર લખેલી સંકેતટીકા માટે સદા યાદ રહેશે.
૧૫મી-૧૬મી સદીમાં જૈન વિદ્વાનોમાં અનેક ટીકાકાર થયા છે જેમણે સ્વતંત્ર રચનાઓની અપેક્ષાએ ટીકાઓની રચના કરવાના કાર્યને જ જીવનના વ્રત તરીકે સ્વીકાર્યું. ખરતરગચ્છના ચારિત્રવર્ધનગણિ (૧૫મી સદી) અનેક સાહિત્યિક કૃતિઓ ઉપર ટીકાઓ લખવા માટે ખાસ પ્રસિદ્ધ છે. તેમની જૈન કાવ્યોમાં સૂક્તિમુક્તાવલી આદિ અનેક ગ્રન્થો ઉપરાંત રઘુવંશ, કુમારસંભવ, મેઘદૂત, નૈષધ અને શિશુપાલવધ કાવ્યો ઉપર પણ ટીકાઓ મળે છે. ખરતરગચ્છના જ ગુણવિનયોપાધ્યાયે (૧૬મી સદી) પણ અનેક જૈન ગ્રન્થો ઉપર ટીકાઓ લખવાની સાથે સાથે રઘુવંશ, નલદમયન્તીચમ્પૂ, ખંડપ્રશસ્તિ વગેરે ઉપર ટીકાઓ લખી છે. તેવી જ રીતે શાન્તિસૂરિએ ઘટકર્પરકાવ્ય, વૃન્દાવનકાવ્ય, શિવભદ્રકાવ્ય અને રાક્ષસકાવ્ય ઉ૫૨૫ ટીકાઓ લખી છે.
સર્વાધિક ટીકાઓ જૈન કવિઓએ મહાકવિ કાલિદાસનાં કાવ્યો રઘુવંશ, કુમારસંભવ અને મેઘદૂત ઉપર લખી છે.
‘રઘુવંશ’* ઉપર નીચે જણાવેલી ટીકાઓ નિમ્નોક્ત આચાર્યોએ લખેલી મળે
છે :
(૧) શિષ્યહિનૈષિણી ચારિત્રવર્ધન (વિ.સં.૧૫૦૭) (૨) ટીકા ક્ષેમહંસ (૧૬મી સદી)
(૩) વિશેષાર્થબોધિકા – ગુણવિનય (વિ.સં.૧૬૪૬)
-
૧. નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ
૨. આનન્દાશ્રમ સિરિઝ, પૂના, ૧૯૨૧
૩. જિનરત્નકોશ
Jain Education International
૬૦૩
૪. એજન
પ. એજન, પૃ. ૧૧૩, ૩૨૯, ૩૬૪, ૩૮૩
૬. એજન, પૃ. ૩૨૫; મણિધારી જિનચન્દ્રસૂરિ અષ્ટમ શતાબ્દી સ્મૃતિગ્રન્થ, દ્વિતીય ખંડ, પૃ. ૨૪.
For Private & Personal Use Only
www.jainelibrary.org