________________
લલિત વાદ્ભય
પ૯૫
અંજનાપવનંજય
આ નાટકમાં ૭ અંક છે. તેમાં વિદ્યાધર રાજકુમારી અંજનાનો સ્વયંવર, રાજકુમાર પવનંજય સાથે વિવાહ અને તેમના પુત્ર હનુમાનનો જન્મ – આ ઘટનાપ્રસંગો વર્ણવવામાં આવ્યા છે.
અંજના-પવનંજયનું અનેક ઉતાર-ચઢાવથી ભરેલું ચરિત જૈન સાહિત્યમાં સારી રીતે જાણીતું છે. વિમલસૂરિના પઉમચરિયના ૧૫-૧૮ ઉદેશક અને રવિણના પદ્મપુરાણ તથા સ્વયમ્ભના પઉમચરિકની સંધિ ૧૮-૧૯ આ ચરિતનો આધાર છે પરંતુ નાટકકારે તેમાં આવશ્યક પરિવર્તનો કર્યા છે. સ્વયંવરની યોજના કવિની પોતાની કલ્પના છે. પૂર્વ ચરિતોમાં વિવાહના પહેલાં પવનંજય અંજનાથી વિરક્ત હતો પરંતુ અહીં તેનાથી એકદમ ઊલટું છે, મોટું પરિવર્તન છે. રંગમંચ ઉપર ન દર્શાવવા લાયક અન્ય ઘટનાઓ જેવી કે શિશુ હનુમાનનું વિમાનમાંથી પડી જવું અને શિલાના ચૂરેચૂરા થઈ જવા વગેરે આમાં નથી દર્શાવવામાં આવી.
નાટકમાં કથોપકથનશૈલી સારી છે પરંતુ ક્યાંક ક્યાંક નાયક અને વિદૂષકના કથન લાંબા અને સમાસબહુલ થઈ ગયાં છે. આ નાટકના રૂપમાં મહાકાવ્ય હોય એવું લાગે છે. આને રંગમંચ ઉપર ભજવવું કઠિન છે.
છંદોની યોજનામાં, દશ્યાવલી ઉપસ્થિત કરવામાં અને કહેવતો જેવાં વાક્યોની રચનામાં કવિ પૂરેપૂરા દક્ષ છે.
કેટલીક સૂક્તિઓ ધ્યાનાર્હ છે : (૧) સુવાહા દિ માથેરાનાં પરિણાવ: I (પૃ.૯). (૨) ન હતુ તુ નામ રૈવ . (પૃ. ૧૭૭) (૩) મનુભૂત દશોદિતિ વન્યુઝ સાન્નિધ્યમ્ . (પૃ.૧૧૫) (૪) સ્વજીવરિ: રાજુ ખમવો મત . (પૃ.૮૬)
૧. જિનરત્નકોશ, પૃ. ૪; માણિકચન્દ્ર દિગંબર જૈન ગ્રન્થમાલા, પુષ્પ ૪૩, પ્રો. માધવ
વાસુદેવ પટવર્ધન દ્વારા સમ્પાદિત, મુંબઈ, ૧૯૫૦, આમાં સુભદ્રાનાટિકા પણ આપી
૨. અંજનાપવનંજયની અંગ્રેજી પ્રસ્તાવનામાં પ્રો. પટવર્ધને પૃ. ૨૪-૨૫માં તે બધાં આવાં
વાક્યોનું સંકલન કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org