________________
લલિત વાક્રય
તેનું કથાનક જૈન જગતમાં સુપ્રસિદ્ધ છે. કથાવસ્તુનો આધાર જિનસેનકૃત આદિપુરાણ છે. આદિપુરાણમાં ૪૩થી ૪૫ પર્વોમાં જયકુમાર-સુલોચનાનું કથાવર્ણન છે. હસ્તિમલ્લે આદિપુરાણના કથાનકનું પૂરી રીતે અનુકરણ કર્યું છે, કેવળ નામોમાં કંઈક પરિવર્તન કર્યું છે. આદિપુરાણમાં કંચુકી રાજાઓનું વર્ણન કરે છે પરંતુ અહીં પ્રતીહારનું નામ આપ્યું છે. આદિપુરાણમાં અકંપનની બીજી પુત્રીનું નામ લક્ષ્મીમતી યા અક્ષમાલા છે જ્યારે અહીં રત્નમાલા છે. બાકીનું કથાનક પ્રાયઃ એકસરખું મળતું આવે છે. તેને નાટકીય રૂપમાં પિરવર્તિત કરવામાં હસ્તિમલ્લે અપૂર્વ કૌશલ દેખાડ્યું છે. તેમાં પઘોની બહુલતાના કારણે ઘટનાપ્રવાહમાં બાધા આવી છે પરંતુ આમ તો બધા સંવાદો સારા છે. તે સુભાષિતો અને સૂક્તિઓથી ભરપૂર છે. પ્રાકૃતમાં નિર્મિત સંવાદ ક્યાંક ક્યાંક લાંબા જણાય છે. તેમાં અનેક નૂતન શબ્દોનો પ્રયોગ અપેક્ષાકૃત અધિક થયો છે, જેમ કે નિષ્કુટ (ગૃહારામ), ગોસર્ગ (પ્રભાત), પારી, વીટી (પાનનું બીડું), સહસાન (મયૂર), આન્દોલિકા (ડોળી યા પાલખી), નિષ્ટાપ (ભયાનક ગર્મી), સંપેટ (ક્રુદ્ધ), અભિસાર (આક્રમણ) વગેરે. મૈથિલીકલ્યાણ
આ નાટકમાં પાંચ અંક છે તથા સીતા અને રામના સ્વયંવરનું આલેખન
છે.૧
પહેલા ચાર અંકોમાં રામ-સીતાનું પહેલું મિલન, આકર્ષણ, વિરહ, કામવેદના વગેરેનું વર્ણન છે. પાંચમા અંકમાં સીતાના સ્વયંવરની તૈયારી થાય છે. સ્વયંવરમાં રામ વજાવર્ત નામના દિવ્ય ધનુષને તોડે છે અને સીતા તેમના ગળામાં વરમાળા પહેરાવે છે. બન્નેનો વિવાહ ઉત્સવપૂર્વક થાય છે.
૫૯૭
સીતાના સ્વયંવરનું વર્ણન વિમલસૂરિના પઉમચરિયના ઉદ્દેશ ૩૮માં, રવિષેણના પદ્મપુરાણના પર્વ ૩૮માં અને સ્વયમ્ભના પઉમચરની સંધિ ૨૧માં આપવામાં આવ્યું છે. ઉક્ત જૈન પુરાણો અનુસાર રાજા જનક પોતાના રાજ્યની રક્ષાને નજરમાં રાખીને સીતાનો વિવાહ રામ સાથે કરાવવા ઈચ્છે છે. નારદ સીતાના ઘરમાં આવે છે અને તેના દ્વારા અનાદર પામી તેનો બદલો લેવાની ભાવનાથી આ વિવાહમાં બાધક બને છે. તે જનકનું અપહરણ કરાવે છે અને વિદ્યાધરો
૧. જિનરત્નકોશ, પૃ. ૩૧૫; માણિકચન્દ્ર દિગંબર જૈન ગ્રન્થમાલા, પુષ્પ ૫, મુંબઈ, ૧૯૭૩, તેનો સાર અને સમીક્ષા ‘અંજનાપવનંજય'ની ભૂમિકામાં પ્રો, પટવર્ધને આપ્યાં છે અને તેમાં આવેલી બધી સૂક્તિઓનું સંકલન કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org