________________
લલિત વાય
પ૯૩
મહામાત્ય વસ્તુપાલની વિનંતીથી શત્રુંજય તીર્થ ઉપર ઋષભદેવના ઉત્સવમાં ભજવવા માટે કરવામાં આવી હતી.
આ નાટકની કથાનો નાયક વજાયુધ ચક્રવર્તી પૂર્વભવમાં શાન્તિનાથનો જીવ હતો. તે ભવમાં તેની દયાલુતા અને ધર્મિષ્ઠતાની પરીક્ષા બે દેવોએ કબૂતર અને બાજનું રૂપ ધારણ કરીને કરી હતી. જૈનેતર સાહિત્યમાં પણ આ કથા રૂપાન્તરે મળે છે, જેમ કે મહાભારતના શાન્તિપર્વમાં શિબિ અને કબૂતરની કથા અને બૌદ્ધ જાતક ક્રમાંક ૪૯૯ની કથા. આ કથા જૈન કથાગ્રન્થોમાં સૌપ્રથમ સંઘદાસગપણની (લગભગ ઈ.સ.૫૦૦) વસુદેવહિંડીના ૨૧મા લંભકમાં અને પછીથી અનેક જૈન પુરાણોમાં મળે છે.
આ નાટક મોહરાજપરાજય, પ્રબુદ્ધરૌહિણેય અને ધર્માભ્યદયની જેમ જ જૈનધર્મના પ્રચાર માટે જૈનપ્રિય કથાનકને લઈને રચવામાં આવ્યું છે. તેનો અધિકાંશ રાજા અને તેમના મંત્રી વચ્ચે તેમજ રાજા અને બાજ પક્ષી વચ્ચે થયેલા ધાર્મિક વાદવિવાદના રૂપમાં છે. ક્યારેક ક્યારેક વિદૂષકની હાસ્યોક્તિઓથી વાતાવરણમાં સજીવતા આવી જાય છે પરંતુ એકંદરે નાટકમાં અભિનય ઓછો છે. સંવાદની અપેક્ષાએ કવિતાઓ અધિક છે. આ લઘુ નાટકમાં ૧૩૭ પદ્યો આવે છે. કેટલાંક પદ્યો ધ્યાન આપવા જેવાં છે. વિદૂષક પરલોકના અસ્તિત્વમાં સંદેહ કરે છે તો રાજા ઉદાહરણ દ્વારા સમાધાન કરે છે : करस्थमप्येवममी कृषीवलाः क्षिपन्ति बीजं पृथुपंकसंकटे । वयस्य केनापि कथं विलोकितः समस्ति नास्तीत्यथवा फलोदयः ॥ ५० ॥
કર્તા અને રચનાકાળ – આ નાટકના કર્તા મહાકવિ બાલચન્દ્રસૂરિ છે. તેમનો વિસ્તૃત પરિચય તેમની અન્ય વસન્તવિલાસ મહાકાવ્ય નામની ઐતિહાસિક કૃતિના પ્રસંગમાં આપી દીધો છે.'
દક્ષિણ ભારતના કેટલાક જૈન કવિઓએ પણ સંસ્કૃતમાં દશ્યકાવ્યો રચ્યાં છે. તેમાં વધારે તો નહિ પરંતુ કેવળ ૪-૫ જ કૃતિઓ પ્રકાશમાં આવી છે જેમાંથી ચારના કર્તા છે કવિ હસ્તિમલ્લ અને એકના કર્તા છે તેમના જ વંશજ બ્રહ્મદેવસૂરિ.
નાટકકાર હસ્લિમલ અને તેમનો સમય – દાક્ષિણાત્ય જૈન કવિઓમાં સંસ્કૃત નાટકકાર તરીકે કવિ હસ્તિમલ્લનું વિશેષ સ્થાન છે. હસ્તિમલ્લ વત્સગોત્રી દક્ષિણી બ્રાહ્મણ હતા. તેમના પિતાનું નામ ગોવિન્દભટ્ટ હતું. તે તેમનો પાંચમો પુત્ર હતા.
૧. આ ભાગનું પૃ. ૪૦૮ જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org