________________
૫૮૮
જૈન કાવ્યસાહિત્ય
આ નાટકમાં જયસિંહને નિર્ણાયકની ભૂમિકા અદા કરતો દેખાડ્યો છે.
આ નાટકની ઘટનાને કેટલાક વિદ્વાનોએ પ્રભાવક ચરિત અને પ્રબન્ધચિન્તામણિમાં આપવામાં આવેલાં વર્ણનોને આધારે ઐતિહાસિક માની છે પરંતુ તેની ઐતિહાસિકતામાં સૌથી મોટી બાધા એ છે કે તે ઘટનામાં વાદી તરીકે ચીતરવામાં આવેલ દિગંબરાચાર્ય કુમુદચન્દ્ર કોણ હતા તેની ભાળ આજ સુધી મળી શકી નથી. વાદિદેવસૂરિના સમયમાં અર્થાતુ વિ.સં.૧૧૪૩-૧૨૨૬ વચ્ચે દિગંબર સંપ્રદાયમાં આ નામના તથાકથિત ચતુરાશીતિવિવાદવિજયી વાદીન્દ્ર કુમુદચન્દ્રનું નામ જ મળતું નથી.
નાટકની કથાવસ્તુ – ઘટના ભલે ને વાસ્તવિક ન હોય પરંતુ આ નાટક તત્કાલીન ધાર્મિક, સામાજિક અને રાજકીય સ્થિતિની મનોવૈજ્ઞાનિક પૃષ્ઠભૂમિને રજૂ કરવામાં સફળ રહ્યું છે. તેના દ્વારા તે સમયની ધાર્મિક સ્પર્ધાઓ, ધર્માચાર્યોની પારસ્પરિક અસહિષ્ણુતા, રાજાનો સ્વદેશજન્મા પ્રત્યે પક્ષપાત અને તેના વિજયને જોવાની ઉત્કંઠા વગેરે માનવસ્વભાવ ઉપર આશ્રિત વાતો છે.
આ નાટકની ભજવણી કયા પ્રસંગે થઈ હતી તેની માહિતી આપવામાં આવી નથી. પરંતુ નાટક કુતૂહલવર્ધક સારું સાહિત્યિક સર્જન છે.
કર્તા અને રચનાકાલ – આ નાટકના ર્તા ધકટકુળના શેઠ ધનદેવના પૌત્ર તથા પાચન્દ્રના પુત્ર કવિ યશશ્ચન્દ્ર છે. તેમણે સપાદલક્ષ દેશમાં કોઈ શાકશ્મરી (વર્તમાન સાંભર) રાજા પાસેથી અમ્મુન્નતિ પ્રાપ્ત કરી હતી. તેમના પિતામહ શાકંભરીનરેશના રાજશેઠ હતા.
યશશ્ચન્દ્ર અનેક પ્રબન્ધોની રચના કરી હતી, એવું નીચેના શ્લોકમાંથી જાણવા મળે છે :
कर्ताऽनेकप्रबन्धानामत्र प्रकरणे कविः ।
आनन्दकाव्यमुद्रासु यशश्चन्द्र इति श्रुतः ॥ તેમનું “રાજીમતીપ્રબોધ' નામનું એક નાટક મળે છે. બાકીની રચનાઓની કોઈ માહિતી મળતી નથી.
૧. જિનરત્નકોશ, પૃ. ૩૩૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org