________________
લલિત વાક્રય
૫૮૭
મુદ્રિતકુમુદચન્દ્ર
આ નાટકમાં પાંચ અંક છે. કથાવસ્તુ બહુ લઘુ છે, તે પાંચમા અંકની સમાપ્તિની કંઈક પહેલાં સૂચવવામાં આવી છે, તે મુજબ તાર્કિક દેવસૂરિએ કોઈ દિગમ્બર મુનિ કુમુદચન્દ્રને સિદ્ધરાજ જયસિંહના દરબારમાં સ્ત્રીમુક્તિસિદ્ધિ વિષય ઉપર વાદમાં હરાવ્યા હતા, એ આ નાટકમાં દર્શાવવામાં આવ્યું છે.
સ્ત્રીમુક્તિની વાત તો ૧૧-૧૩મી સદીના જૈન ન્યાયગ્રન્થોમાં ખંડનમંડનના રૂપમાં આવે છે. દિગંબર પ્રભાચન્દ્રાચાર્યે પોતાની બે કૃતિઓમાં – ન્યાયકુમુદચન્દ્ર અને પ્રમેયકમલમાર્તડમાં – સ્ત્રીમુક્તિનું ખંડન કર્યું છે અને તેનું મંડન વાદિદેવસૂરિએ સ્યાદ્વાદરત્નાકર નામની કૃતિમાં કર્યું છે. સ્યાદ્વાદરત્નાકર અને પ્રભાચન્દ્રની કૃતિઓની વિષયવસ્તુની તુલના કર્યા પછી એમ કહી શકાય કે પ્રકરણોનો ક્રમ અને પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષની સ્થાપનાની પદ્ધતિમાં સ્યાદ્વાદરત્નાકર ન્યાયકુમુદચન્દ્રની બહુ જ સમીપ છે અને ક્યાંક ક્યાંક તો બન્ને કૃતિઓમાં એટલું બધું શબ્દસામ્ય છે કે બન્ને કૃતિઓની પાઠશુદ્ધિ કરવામાં એકબીજાનો મૂલ પ્રતિની જેમ ઉપયોગ કરી શકાય છે.
પ્રસ્તુત નાટકમાં સ્ત્રીમુક્તિના પક્ષ-વિપક્ષમાં કંઈ ન કહેતાં પ્રેક્ષકોની સમક્ષ ૧૦-૧૫ મિનિટનો કેવળ શાબ્દિક અભિનય જ રજૂ કરવામાં આવ્યો છે. તે પહેલાંના અંકોમાં ઉક્ત વિવાદની ભૂમિકા માત્ર છે, તેમાં દર્શાવવામાં આવ્યું છે કે બે સંપ્રદાયના લોકો એકબીજાને લાંછિત કરવામાં કેવો રસ લેતા હતા અને રાજવર્ગ કેવી રીતે બે પક્ષોનું સમર્થન કરવામાં આનંદ લેતો હતો. આ કાર્યમાં લાંચરુશવતની પણ આશંકા કરવામાં આવી છે તથા દૈવી પ્રયોગો પણ કરવામાં આવ્યા છે જેમ કે નાટકના અંતે વજાર્ગલા યોગિનીનો આવિષ્કાર.
૧. યશોવિજય જૈન ગ્રન્થમાલા, ક્રમાંક ૮, કાશી, વીર સં. ૨૪૩૨ ૨. ધ્યાનમાં રહે કે ન્યાયકુમુદચન્દ્ર આટલી મહત્ત્વપૂર્ણ કૃતિ હોવા છતાં પણ તેની પ્રાચીન હસ્તપ્રતો ઓછી મળે છે. અનુમાન છે કે ઉક્ત વિષયનું રોચક અને આલંકારિક શૈલીમાં પ્રતિપાદન કરનારા નૂતન ગ્રન્થ સ્યાદ્વાદરત્નાકરના પ્રભાવના કારણે તેનાં વાચન-પાઠનપ્રસાર રુદ્ધ થઈ ગયાં હશે. આ રોકાઈ ગયેલા પ્રચાર-પ્રસારને સાંપ્રદાયિક ષવશ વ્યક્તિવિશેષના પરાજયના રૂપમાં રજૂ કરવાની દષ્ટિએ મુદ્રિતકુમુદચન્દ્રના નામકરણને સમજી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org