________________
લલિત વાદ્યય
પ૮પ
સોમપ્રભાચાર્યે તેમનું યશોગાન સુમતિનાથચરિત્ર તથા કુમારપાલપ્રતિબોધની અંતિમ પ્રશસ્તિઓમાં કર્યું છે. ગુર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહના તે બાલમિત્ર હતા. મોહરાજપરાજય
આ નાટકના શીર્ષકનો અર્થ છે – મોહ અર્થાત્ અજ્ઞાન ઉપર વિજય. આ નાટકમાં પાંચ અંકો છે.
તેમાં ગુજરાતના ચૌલુક્ય રાજા કુમારપાલે આચાર્ય હેમચન્દ્રના ઉપદેશથી જૈનધર્મનો સ્વીકાર કરવો, પ્રાણીઓની હિંસાને અંટકાવવી તથા અદત્ત મૃતધનાપહરણનો ત્યાગ કરવો વગેરેનું ચિત્રણ છે. આ નાટક પ્રાચીન કાળના જૈન રૂપકનો (Allegory) સારો નમૂનો છે. વિષયવસ્તુ અને અભિનયની દષ્ટિએ આ નાટક મધ્યયુગીન યુરોપના ખ્રિસ્તી નાટકો સમાન લાગે છે. સંસ્કૃત સાહિત્યમાં આવાં બીજાં નાટકો પણ છે જેમાં ઉલ્લેખનીય છે ચંદેલ રાજા કીર્તિવર્માના રાજ્યમાં (ઈ.સ.૧૦૬૫) કૃષ્ણમિત્રે રચેલું “પ્રબોધચન્દ્રોદય' નાટક. પ્રબોધચન્દ્રોદય મોહરાજપરાજય કરતાં સો વર્ષ પહેલાં રચાયું હતું.
એવું જણાય છે કે આ નાટક અજયપાલના રાજ્યકાળમાં (ઈ.સ. ૧૧૭૪૭૭) લખાયું હતું અને થારાપદ્ર (આધુનિક થરાદ, બનાસકાંઠા)માં બનાવાયેલ કુમારપાલના મંદિર કુમારવિહારમાં મહાવીરની રથયાત્રાના મહોત્સવમાં ભજવાયું હતું.
આ નાટકમાં રાજા, વિદૂષક અને આચાર્ય હેમચન્દ્ર સિવાય બાકીનાં બધાં પાત્રો ભાવાત્મક – પુણ્યાત્મક અને પાપાત્મક વસ્તુઓનાં રૂપકો છે.
પક્ષ-વિપક્ષનાં પાત્રોનાં નામ નીચે મુજબ છે :
પક્ષ : રાજા - વિવેકચન્દ્ર, દૂત - જ્ઞાનદર્પણ, જ્યોતિષી - ગુરૂપદેશ, મંત્રી - પુણ્યકેતુ, સિપાહી – ધર્મકુંજર, રાણી – શાન્તિ, પુત્રી (રાજકુમારી) - કૃપાસુન્દરી, માસી - શાન્તિસુન્દરી, કૂપ - સદાગમ, નદી - ધર્મચિન્તા, ઉદ્યાન - ધર્મ, વૃક્ષ - દમ, ઘટ – ધ્યાન, સખી – સમતા, કવચ – યોગશાસ્ત્ર, ગુટિકા - વીતરાગસ્તુતિ.
૧. ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝ, ક્રમાંક ૯, વડોદરા, ૧૯૧૮; વિસ્તારભયથી અહીં
તેનો સાર આપવો શક્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org