________________
૫૮૬
જૈન કાવ્યસાહિત્ય
વિપક્ષ : રાજા - મોહરાજ, રાણી – રાજયશ્રી, સખી - રૌદ્રતા, કુમારપાલની રાણી - કીર્તિમંજરી અને સાળો – પ્રતાપ.
આ નાટકમાં અનેક ગુણો છે. સૌપ્રથમ તો સરળ સંસ્કૃતમાં રચાયું છે. તેમાં એ જાતની કૃત્રિમતા નથી જે આડંબરપૂર્ણ અન્ય નાટકોને દૂષિત કરી દે છે. તેમાં આપણને કુમારપાલકાલીન જૈનધર્મની વિવિધ ગતિવિધિઓનું વિશદ ચિત્રણ મળે છે જેનું સમર્થન ગુજરાતના શિલાલેખો અને અન્ય સાધનો કરે છે. જિનમંડનગણિએ પોતાના કુમારપાલપ્રબંધમાં (સં. ૧૪૯૨) આ રૂપકની કથાવસ્તુનો સંક્ષેપ આપ્યો છે અને દર્શાવ્યું છે કે કૃપાસુન્દરી સાથે કુમારપાલનો વિવાહ સં. ૧૨૧૬માં થયો હતો અર્થાત્ તે દિવસે કુમારપાલે પ્રગટપણે જૈનધર્મ અંગીકાર કર્યો હતો. આ નાટકમાં જુગારના અનેક પ્રકાર તથા પ્રાણીવધ ઉપર ભાર મૂકનારા અનેક મતોનો ઉલ્લેખ મળે છે. આ નાટકની પ્રાકૃત ભાષા હેમચન્દ્રના પ્રાકૃત વ્યાકરણના નિયમોથી પ્રભાવિત છે. તેમાં માગધી તથા જૈન મહારાષ્ટ્રનો પ્રયોગ થયો છે.
કર્તા અને રચનાકાલ – આ નાટકના કર્તાએ પોતાનો પરિચય સૂત્રધારના મુખે આપ્યો છે. તે મુજબ તેમનું નામ યશપાલ કવિ છે. તે મોઢવંશના (મોઢવણિક) મંત્રી ધનદેવ અને માતા રુકમિણીનો પુત્ર હતો. તે ચક્રવર્તી અજયદેવના ચરણસરોજનો હંસ હતો. ચક્રવર્તી અજયદેવ ચૌલુક્ય અજયપાલ જ છે, તે કુમારપાલનો ઉત્તરાધિકારી હતો. આ અજયદેવે ઈ.સ. ૧૨૨૯-૩૨ સુધી રાજય કર્યું હતું.
નાટકના અંતે લખ્યું છે : “ન્દ્રિય પત્નવિવાં મોહરનારનો નામ નટિમ્ ' સંભવ છે કે યશપાલ ઉક્ત રાજાના મંત્રી યા શાસક રહ્યા હોય. આ નાટકની રચનાનો કાળ ઉક્ત રાજાનો રાજ્યકાળ માની શકાય.
१. कृपासुन्दर्याः सं. १२१६ मार्गसुदि द्वितीया दिने पाणि जग्राह श्रीकुमारपाल महीपाल:
श्रीमर्हद्देवतासमक्षम्। २. श्रीमोढवंशावतंसेन श्रीअजयदेवचक्रवर्तिचरणराजीवराजहंसेन मंत्रिधनदेवतनुजन्मना रुक्मिणी
कुक्षिलालितेन......परमार्हतेन यश:पालकविना विनिर्मितं मोहराजपराजयो नाम नाटकम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org