________________
લલિત વાદ્યય
પ૮૩
હતું. આ નાટકમાં સપાદલક્ષ યા શાકશ્મરી (આધુનિક સાંભર, રાજસ્થાન)ના રાજા અર્ણોરાજ ઉપર કુમારપાલના વિજયનું અને અર્ણોરાજની બેન સાથે કુમારપાલના વિવાહનું વર્ણન છે.
આ પ્રકરણની નાયિકા ચન્દ્રલેખા એક વિદ્યાધરી છે.
કર્તા અને રચનાકાળ – આ નાટકના કર્તા હેમચન્દ્રાચાર્યના શિષ્ય દેવચન્દ્ર છે. તેની રચનામાં તેમણે શેષ ભટ્ટારકની મદદ લીધી હતી. તેમની બીજી રચના માનમુદ્રાભંજન નાટક છે જે સનસ્કુમાર ચક્રવર્તી અને વિલાસવતીને લઈને રચાયું છે પરંતુ તે ઉપલબ્ધ નથી. પ્રબુદ્ધરૌહિણેય
આ છ અંકોનું નાટક છે. તેમાં ભગવાન મહાવીરના સમકાલિક રાજગૃહનરેશ શ્રેણિકના રાજ્યકાળના પ્રસિદ્ધ ચોર રૌહિણેયના પ્રબુદ્ધ થવાનું વર્ણન કરવામાં આવ્યું છે. તેની રચના પાચન્દ્રના પુત્રો વ્યાપારશિરોમણિ બે ભાઈઓ યશોવર અને અજયપાલની વિનંતીથી કરવામાં આવી હતી અને લગભગ વિ.સં.૧૨પ૭માં આ નાટક તેમણે નિર્માણ કરાવેલા જાલોરના આદીશ્વર જિનાલયના યાત્રોત્સવ ઉપર ભજવાયું હતું.
હેમચન્દ્ર પોતાના યોગશાસ્ત્રમાં રૌહિણેયની કથા દષ્ટાન્ત તરીકે આપી છે.
કર્તા અને રચનાકાળ – આના કર્તા પ્રસિદ્ધ તાર્કિક દેવસૂરિ (વિ.સં.૧૨૨૬માં સ્વર્ગવાસ) સત્તાનીય જયપ્રભસૂરિના શિષ્ય રામભદ્ર છે. તેમના વિશે વિશેષ માહિતી મળતી નથી.
૧. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૨૮૦ ૨. એજન; જિનરત્નકોશ, પૃ. ૩૦૯ ૩. જૈન આત્માનન્દ સભા, સંખ્યા ૫૦, ભાવનગર, વિ.સં. ૧૯૭૪; જિનરત્નકોશ, પૃ. ૨૬૫; એ.બી.કીથ, સંસ્કૃત પ્રામા, લંડન, ૧૯૫૪, પૃ. ૨૨૯-૨૬૦, આનો ગુજરાતી
અનુવાદ “સંસ્કૃત નાટક', ભાગ ૨, પૃ. ૨૭૭-૭૮માં છે. ૪. આનો પરિચય “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ પૃ. ૩૨૫માં આપ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org