________________
લલિત વાદ્યય
૫૮૧
૬. નિર્ભયભીમવ્યાયોગ
આ એક અંકનું રૂપક છે જેને વ્યાયોગ કહેવામાં આવે છે. તેમાં મહાભારતવર્ણિત બકાસુર વધને કથાવસ્તુ બનાવેલ છે. તેમાં ભીમ એક બ્રાહ્મણ યુવાનને રાક્ષસ બકની ચુંગાલમાંથી છોડાવે છે અને પોતે પોતાની જાતને બલિ તરીકે રજૂ કરી બકાસુરનો વધ કરે છે.
આ વ્યાયોગ કવિ ભાસના મધ્યમવ્યાયોગ જેવો જ છે. જો કે બન્નેના ઘટનાપ્રસંગો જુદા છે પરંતુ નાયક ભીમ બન્નેમાં એક છે. વધ્ય બ્રાહ્મણની માતા અને પત્નીનું કરુણ ક્રન્દન શ્રીહર્ષના નાગાનન્દની યાદ કરાવે છે.
આ રચના એકદમ સરળ અને પ્રસાદપૂર્ણ છે. તેમાં જિજ્ઞાસા અને કૌતૂહલ ક્રમશઃ વધીને ચરમ બિંદુએ પહોંચે છે. તેમાં એરિસ્ટોટલના સિદ્ધાન્ત સંકલનત્રયનું અર્થાત્ સ્થાનની એકતા, સમયની એકતા અને ઘટનાની એકતાનું પૂરેપૂરું પાલન થયું છે. ૭. રોહિણીમૃગાંક
આ રામચન્દ્રનું અન્ય એક પ્રકરણ છે,તે અનુપલબ્ધ છે. તેને નાટ્યદર્પણમાં બે સ્થાને ઉદ્ધત કરવામાં આવેલ છે. પ્રકરણ હોવાથી તેની કથાવસ્તુ કલ્પિત જ છે. તેનો વિષય રોહિણી અને મૃગાંકનો પ્રણયપ્રસંગ જણાય છે. ૮. રાઘવાક્યુદય
રામની કથા પર આધારિત નાટક છે, તે અનુપલબ્ધ છે. રામચન્દ્રસૂરિએ પોતાના નાટ્યદર્પણમાં તેનો દસ વાર ઉલ્લેખ કર્યો છે. બૃહટ્ટિપ્પણિકામાં કહ્યું છે કે આ નાટકમાં દસ અંકો છે. રામની કથા પર આધારિત આ જ કવિનું બીજું નાટક રઘુવિલાસ પણ છે પરંતુ બન્નેના ઘટનાપ્રસંગો જુદા છે. રઘુવિલાસમાં રામના વનવાસની અને રામના સીતામિલનની ઘટના છે તો રાઘવાળ્યુદયમાં સીતાના સ્વયંવરની ઘટના છે. જણાય છે કે રઘુવિલાસ પહેલાં રાઘવાક્યુદયની રચના થઈ હતી કેમકે રઘુવિલાસની પ્રસ્તાવનામાં રામચન્દ્રની પાંચ ઉત્તમ કૃતિઓમાં તેનો ઉલ્લેખ આવે છે.
૧. જિનરત્નકોશ, પૃ. ૩૧૪; યશોવિજય જૈન ગ્રન્થમાલા, ૧૯, વારાણસી, વીર સં. ૨૪૩૭ ૨-૩.નાટ્યદર્પણ : એ ક્રિટિકલ સ્ટડી, પૃ. ૨૩૨-૨૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org