________________
૫૮૨
જૈન કાવ્યસાહિત્ય
૯. યાદવાળ્યુદય
રામચન્દ્રસૂરિનું આ નાટક પણ અનુપલબ્ધ છે પરંતુ નાટ્યદર્પણમાં તેનો આઠ વાર ઉલ્લેખ થયો છે. તેમાં મુખ્યપણે કૃષ્ણના જીવનની ઘટનાઓ વર્ણવી છે જેમાં કંસવધ અને જરાસંધવધ પછી કૃષ્ણના રાજ્યાભિષેકનો અભિનય છે. રઘુવિલાસમાં રામચન્દ્રસૂરિની પાંચ ઉત્તમ કૃતિઓમાં રાઘવાક્યુદય સાથે આનો પણ ઉલ્લેખ છે. આમાં પણ ૧૦ અંક હોવાનું જણાય છે. નાટકકારે અંતિમ પદ્યમાં મુદ્રાલંકાર દ્વારા પોતાના નામનો નિર્દેશ કર્યો છે. ૧૦. વનમાલા
રામચન્દ્રસૂરિકૃત આ એક નાટિકાર છે. આ રચના પણ મળતી નથી. નાટ્યદર્પણમાં તે એક વાર ઉદ્ધત છે. તેમાં રાજા (સંભવતઃ નલ) અને દમયન્તીનો સંવાદ છે જેમાં દમયન્તી નલ ઉપર અન્ય નારીમાં આસક્ત હોવાનો આક્ષેપ કરી કુદ્ધ થાય છે.
સંભવતઃ આ નાટિકામાં નલ અને નાયિકા વનમાલા વચ્ચેના પ્રેમવ્યાપારનું વર્ણન છે. નાયક નલ છે. નાટિકાના લક્ષણ અનુસાર અહીં નાયક ગુપ્ત રૂપે નાયિકાને પ્રેમ કરે છે. જયેષ્ઠ રાણી રોષ પ્રગટ કરે છે અને બાધાઓ ઉપસ્થિત કરે છે પરંતુ અત્તે નાયક-નાયિકાના વિવાહ માટે સંમત થાય છે. ચન્દ્રલેખાવિજયપ્રકરણ
આ રચના હેમચન્દ્રના બીજા એક શિષ્ય દેવચન્દ્રની છે. તેમાં પાંચ અંક
કુમારવિહારના મૂલનાયક પાર્શ્વનાથ સમીપ સ્થાપવામાં આવેલા અજિતનાથના મંદિરમાં વસન્તોત્સવ ઉપર કુમારપાલની પરિષદના વિનોદાર્થે આ નાટક ભજવાયું
૧. એજન, પૃ. ૨૩૩ ૨. નાટ્યદર્પણ, પૃ. ૧૧૫; જિનરત્નકોશ, પૃ. ૩૪૧; નાટ્યદર્પણ : એ ક્રિટિકલ સ્ટડી, પૃ.
૨૩૩ ૩. જિનરત્નકોશ, પૃ. ૧૨૦; અહીં તેના કર્તાદેવચન્દ્રને હેમચન્દ્રાચાર્યના ગુરુ ગણ્યા છે, તે
ખોટું છે. આ દેવચન્દ્ર હેમચન્દ્રાચાર્યના શિષ્ય હતા. હેમચન્દ્રના ગુરુનું નામ દેવચન્દ્રસૂરિ હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org