________________
૪૯૨
જૈન કાવ્યસાહિત્ય
સં. ૧૨૮૭ આપવામાં આવ્યો છે. તેથી તે સમય પહેલાં આ કૃતિની રચના અવશ્ય થઈ હોવી જોઈએ. તેની પૂર્વાવધિ આચાર્ય હેમચન્દ્રના યોગશાસ્ત્ર પછીની જ આવે છે કારણ કે કાવ્યના ૨૧મા સર્ગમાં જે ખરકર્મોનો ઉલ્લેખ છે તે હેમચન્દ્રના યોગશાસ્ત્ર પર આધારિત છે, આ વાત અમે પહેલાં કહી ગયા છીએ. હેમચન્દ્રનો સમય ૧૨મી શતાબ્દીનો ઉત્તર ભાગ અને ૧૩મી શતાબ્દીનો પૂર્વ ભાગ છે. તેથી હરિશ્ચન્દ્રનો સમય તેરમી શતાબ્દી (વિક્રમ)ના ઉત્તર ભાગમાં રાખી શકાય છે. અનુમાન છે કે પાટણ ભંડારમાંથી મળેલી ધર્મશર્માલ્યુદયની સં. ૧૨૮૭ની પ્રતિ સર્વપ્રથમ છે, તેથી વિદ્વાનોનો મત છે કે ઉક્ત કાવ્યની રચના સં. ૧૨૫થી ૧૨૮૭ વચ્ચે ક્યારેક થઈ છે. હરિશ્ચન્દ્ર નામના અનેક વિદ્વાન સંસ્કૃત સાહિત્યમાં થઈ ગયા છે પરંતુ તે બધા ધર્મશર્માલ્યુદયના વિદ્વાન કર્તા કવિ હરિશ્ચન્દ્રથી જુદા છે અને પરવર્તી છે. સનસ્કુમારચરિત
આ એક ઉત્કૃષ્ટ કોટિનું મહાકાવ્ય છે. તેમાં સનકુમાર ચક્રવર્તીનું ચરિત મનોહર શૈલીમાં આલેખાયું છે. તેમાં ૨૪ સર્ગો છે. તેમાં ઘટનાઓના આધિક્ય, ઘટનાઓના સમુદિત વિકાસ તથા પાત્રોની કર્મશીલતાના કારણે નાટક વાંચતાં જેવો આનંદ થાય તેવો આનંદ થાય છે.
કથાવસ્તુ નીચેના ક્રમે ચાલે છે : ૧-૩ સર્ગમાં કાંચનપુરનો રાજા વિક્રમ યશ પોતાના નગરના વણિક નાગદત્તની સુંદર પત્ની વિષ્ણુશ્રીનું અપહરણ કરીને પ્રેમને વશ થઈને પોતાની અન્ય રાણીઓની ઉપેક્ષા કરે છે. રાણીઓ માત્રિક વિધિથી વિષ્ણુશ્રીને મરાવી નાખે છે. રાજા તેનું અંતિમ દર્શન કરવા મશાન જાય છે પરંતુ વિષ્ણુશ્રીના શબમાંથી ભયંકર દુર્ગધ નીકળતી હોવાથી રાજાને વૈરાગ્ય થાય છે અને તપસ્યા કરી સ્વર્ગે જાય છે. ૪-૬ સર્ગોમાં વિક્રમયશ અને નાગદત્તના જીવોની, દેવ અને મનુષ્ય ભવોમાં, બદલાની વેરભાવનાનું વર્ણન છે. ૭મા સર્ગમાં વિક્રમ યશનો જીવ હસ્તિનાપુરના રાજાના કુમાર તરીકે જન્મ લે છે. આઠમા સર્ગમાં તેનું નામ સનકુમાર રાખવામાં આવે છે અને યુવાન થતાં તેને યુવરાજ બનાવવામાં
૧. જૈન સદેશ, શોધાંક ૭, પૃ. ૨૫૧-૨૫૪; ૫. અમૃતલાલ શાસ્ત્રીનો લેખ : મહાકવિ
હરિશ્ચન્દ્ર. ૨. જિનરત્નકોશ, પૃ. ૪૧૨; વિશેષ પરિચય માટે જુઓ – તેરહવ-ચૌદહવી શતાબ્દી કે
જૈન સંસ્કૃત મહાકાવ્ય (3. શ્યામશંકર દીક્ષિત), પૃ. ૨૨૨-૨૪૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org