________________
૫૩૬
જૈન કાવ્યસાહિત્ય
તિલકમંજરીકથાસાર
ધનપાલના પ્રસિદ્ધ ગદ્યકાવ્ય “તિલકમંજરી”ના આધારે અનુષ્ટ્રભુ છંદમાં “તિલકમંજરીકથાસારની રચના થઈ છે. તેમાં ૧૨૦૦થી કંઈક વધારે પડ્યો છે.
તેના કર્તા એક અન્ય ધનપાલ છે, તે અણહિલપુરના પલ્લીવાલ જૈન કુળમાં જન્મ્યા હતા. આ ધનપાલે તેમની આ રચના કાર્તિક સુદી અષ્ટમી ગુરુવાર વિ.સં. ૧૨૬૧માં સમાપ્ત કરી હતી. ગચિન્તામણિ
આ બીજું ગદ્યકાવ્ય છે. તેના લેખકે એક બાજુ જીવન્તરના લૌકિક કથાનકને લઈને સરળમાં સરળ સંસ્કૃત પદ્યોમાં ક્ષેત્રચૂડામણિ જેવા લઘુકાવ્યનું સર્જન કર્યું તો બીજી બાજુ અલંકૃત ગદ્યકાવ્યની શૈલીમાં કઠિનમાં કઠિન સંસ્કૃતમાં ગઘચિન્તામણિનું સર્જન કર્યું.
આ ગદ્યકાવ્ય ક્ષત્રચૂડામણિની જેમ જ અગીઆર લલ્મોમાં વિભક્ત છે અને તેની જેમ જ જીવંધરનું ચરિત તેમાં આલેખાયું છે. આ ગદ્યકાવ્યની વિશેષતા એ છે કે કવિને અહીં પોતાના કલ્પનાવૈભવનું, વર્ણનપટુતા અને માનવીય ભાવનાઓનું માર્મિક ચિત્રણ કરવાનો મોકળો અવસર મળ્યો છે. તેમાં અન્ય લાવાદી કવિઓની જેમ જ કવિએ શબ્દક્રીડા-કુતૂહલ દેખાડ્યાં છે, ભાવભંગિમાઓનું રમણીય આલેખન રજૂ કર્યું છે તથા સાનુપ્રાસિક સમાસાન્ત પદાવલીના અને વિરોધાભાસ તથા પરિસંખ્યાલંકારના ચમત્કારો દર્શાવ્યા છે. ગદ્યસર્જક તરીકે શબ્દોની પુનરુક્તિથી બચવા માટે કવિએ નવા નવા શબ્દો બનાવ્યા છે, જેમકે પૃથ્વી માટે અમ્બધિનેમિ, મુનિ માટે મધન, ઈન્દ્ર માટે બલનિકૂદન, સૂર્ય માટે નલિનસહચર, ચન્દ્રમા માટે યામિનીવલ્લભ વગેરે.
આ કાવ્યની રચનામાં પૂર્વવર્તી કવિઓનો પ્રભાવ તો દેખાય છે પરંતુ તે પ્રભાવમાં તે અલ્પાનુકરણના દોષથી મુક્ત છે. સુબધુના ગદ્યકાવ્ય વાસવદત્તામાં
૧. લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદથી સન્ ૧૯૭૦માં
પ્રકાશિત. ૨. વાણી વિલાસ પ્રેસ, શ્રીરંગમ્, ૧૯૧૬; ભારતીય જ્ઞાનપીઠ, વારાણસીથી હિન્દી
અનુવાદ અને સંસ્કૃત ટીકા સાથે પં. પન્નાલાલ સાહિત્યાચાર્ય દ્વારા સંપાદિત, વિ.સં. ૨૦૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org