________________
લલિત વાય
૫૪૩
આ ચમ્પનાં પદ્યો, ગદ્યો અને ભાવો સાથે સાદશ્ય ધરાવતા અંશોનું તુલનાત્મક અધ્યયન સ્વ. કુષ્ણુસ્વામી શાસ્ત્રીએ પોતે સંપાદિત કરેલા આ ગ્રન્થના સંસ્કરણમાં તથા ક્ષત્રચૂડામણિના સંસ્કરણમાં સારી રીતે કર્યું છે, તે ત્યાં જોવું જોઈએ. ભારતીય જ્ઞાનપીઠથી પ્રકાશિત સંસ્કરણની ભૂમિકામાં પણ કેટલાક ઉલ્લેખોનું દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે. લાગે છે કે આ કાવ્યની રચના ગદ્યચિન્તામણિ અને ક્ષત્રચૂડામણિ સામે રાખીને કરવામાં આવી છે. અન્ય કૃતિઓની જેમ આ કૃતિમાં પણ રઘુવંશ, કુમારસંભવ, શિશુપાલવધ અને નૈષધનો પ્રભાવ દેખાય છે.
કર્તા અને રચનાકાલ – આ ચમ્મુ અને ધર્મશર્માલ્યુદય મહાકાવ્યના કર્તા એક જ મહાકવિ હરિશ્ચન્દ્ર મનાય છે. બન્ને કાવ્યોના ભાવો અને શબ્દોમાં જે સમાનતા છે તથા ઠેર ઠેર સાદશ્ય, અલંકારયોજના અને શબ્દવિન્યાસની જે એકસરખી શૈલી છે તે પર્યાપ્તરૂપે સિદ્ધ કરે છે કે બન્નેના કર્તા એક છે.' જીવન્ધરચયૂની હસ્તલિખિત પ્રતિનાં પુષ્મિકાવાક્યોમાં તેના કર્તા હરિશ્ચન્દ્રનો ઉલ્લેખ મળે છે. ગ્રન્થાજો ગ્રન્થકર્તાએ પોતે પોતાના નામનો ઉલ્લેખ કર્યો છે. પુરુદેવચમ્પ
આ ચમ્પ દસ સ્તબકોમાં વિભાજિત છે. તેમાં પુરુદેવ અર્થાત્ ભગવાન આદિનાથનું ચરિત આલેખાયું છે. તેની રચનામાં અર્થગાંભીર્યની અપેક્ષાએ શબ્દોના ચયનમાં વિશેષ ધ્યાન અપાયું છે. સર્વત્ર અર્થાલંકારની અપેક્ષાએ શબ્દાલંકારનો પ્રયોગ અધિક દેખાય છે. આ ગ્રન્થના અન્ત પરીક્ષણથી જાણવા મળે છે કે આ ગ્રન્થના પદ્યભાગની રચનામાં જિનસેનાચાર્યના આદિપુરાણનો (મહાપુરાણનો)
૧. પ્રસ્તાવનામાં સાશ્યપરક અનેક અવતરણો આપ્યાં છે, પૃ. ૩૭-૪૦ ૨. તિ મહાવિદન્દ્રિવિત્તિ ...........! ૩. સિદ્ધઃ શ્રીહરિન્દ્રવાડ્મય આદિ, પદ્ય ૫૮, લક્ષ્મ ૧૧ ૪. પુરુદેવચમ્પપહેલાં ૧૨મી સદીમાં જિનભદ્રસૂરિએ એક મદનરેખાખ્યાયિકાચમ્પની રચના
કરી હતી. આ પ્રકાશિત થયું છે. ભૂલથી તેનો પરિચય આપવાનો રહી ગયો છે. તેનો ઉલ્લેખ પૃ. ૩પર ઉપર કર્યો છે. મ. ભારતીય જ્ઞાનપીઠ, વારાણસી, ૧૯૭૨, ૫. પન્નાલાલ સાહિત્યાચાર્ય દ્વારા સંપાદિત
અને અનૂદિત; માણિકચન્દ્રદિગંબર જૈન ગ્રન્થમાલા, મુંબઈ (સં.૧૯૮૫)થી ૫. ફૂડકુલે શાસ્ત્રી દ્વારા સંપાદિત અને પ્રકાશિત, જિનરત્નકોશ, પૃ. ૨૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org