________________
૫૪૬
જેન કાવ્યસાહિત્ય
સ્થાને શાન્તરસનું પ્રતિપાદન કર્યું, આ પ્રકારની સૌપ્રથમ રચના જિનસેનનું પાર્વાવ્યુદય કાવ્ય છે. બીજી વાત એ કે તેમણે દૂતકાવ્યો દ્વારા ધાર્મિક નિયમો અને તાત્વિક સિદ્ધાન્તોનો ઉપદેશ આપ્યો. ત્રીજી વાત એ કે તેમણે કાવ્યાત્મક પત્રરચનાને દૂતકાવ્યની રીતે રજૂ કરી. આ પત્રોને વિજ્ઞપ્તિપત્રો કહે છે. તે વિજ્ઞપ્તિપત્ર પર્યુષણ પર્વના સમયે શ્વેતામ્બર જૈન સાધુઓએ પોતાના ગુરુઓને દૂતકાવ્યોના ઢંગથી લખેલા પત્રો છે. આ પ્રકારનાં કાવ્યો વિશેષે ૧૭મી અને તે પછીની સદીઓમાં લખાયાં છે.
દૂતકાવ્યોમાં આ જે નૂતન સંસ્કાર કરવામાં આવ્યા છે તે પ્રગટ કરે છે કે જૈનોમાં દૂતકાવ્યપ્રકાર બહુ પ્રિય હતો. લોકમાનસને સમજનાર જૈન કવિઓએ એટલે જ પોતાના નીરસ ધર્મસિદ્ધાન્તો અને નિયમોનો પ્રચાર કરવા માટે આ કાવ્યપ્રકારનો આશરો લીધો. આ કાર્યમાં પણ તેમણે સાહિત્યિક સૌન્દર્ય અને સરલતાની હાનિ ન થવા દીધી.
જૈનોનાં બધાં જ દૂતકાવ્યો સંસ્કૃતમાં મળ્યાં છે, પ્રાકૃતમાં એક પણ નહિ. પ્રધાન દૂતકાવ્યોમાં પાર્શ્વનાથ અને નેમિનાથ જેવા મહાપુરુષોનાં જીવનવૃત્ત આલેખાયાં છે. કેટલાક જૈન કવિઓએ મેઘદૂતના શ્લોકોના અંતિમ કે પ્રથમ પાદને લઈને સમાપૂર્તિ કરી છે. આ પ્રકારનું પ્રાચીન દૂતકાવ્ય જિનસેનકૃત પાર્વાક્યુદય (સનું ૭૮૩થી પહેલાંનું) છે. પછી ૧૩મી સદીથી આજ સુધી જૈન કવિઓએ આ દૂત પરંપરાનો પર્યાપ્ત વિકાસ અને પલ્લવન કર્યું છે. તેમાં ઉલ્લેખનીય રચનાઓ નીચે મુજબ છે : વિક્રમનું નેમિદૂત (ઈ.સ.૧૩મી સદીનું અંતિમ ચરણ), મેરૂતુંગનું જૈન મેઘદૂત (ઈ.સ.૧૩૪૬-૧૪૧૪), ચારિત્રસુન્દરગણિનું શીલદૂત (૧પમી સદી), વાદિચન્દ્રનું પવનદૂત (૧૭મી સદી), વિનયવિજયગણિનું ઈન્દુદૂત (૧૮મી સદી), મેઘવિજયનું મેઘદૂતસમસ્યાલેખ (૧૮મી સદી), અજ્ઞાતકર્તક ચેતોદૂત અને વિમલકીર્તિગણિનું ચન્દ્રદૂત. પામ્યુદય
આ કાવ્યમાં ૪ સર્ગો છે. પહેલામાં ૧૧૮ શ્લોક, બીજામાં ૧૧૮, ત્રીજામાં પ૭ અને ચોથામાં ૭૧ આમ ચાર સર્ગોમાં કુલ મળીને ૩૬૪ શ્લોક છે. તેનો પ્રત્યેક શ્લોક મેઘદૂતના ક્રમે શ્લોકના એક ચરણ કે બે ચરણોને સમસ્યાના રૂપમાં
૧. નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ૧૯૦૯, ટીકા સહિત; બાલબોધિની ટીકા અને અંગ્રેજી
અનુવાદ સાથે, સંપાદક મો. ગો. કોઠારી, પ્રકાશક ગુલાબચન્દ્ર હીરાચન્દ્ર કન્સ્ટ્રક્શન હાઉસ, બેલાર્ડ એસ્ટેટ, મુંબઈ, ૧૯૬૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org