________________
૫૪૮
જૈન કાવ્યસાહિત્ય
તેને આપણે સારું પાદપૂર્તિકાવ્ય કહી શકીએ. પ્રસ્તુત કાવ્યમાં જૈન ધર્મના કોઈ સિદ્ધાન્તનું પ્રતિપાદન નથી.
કર્તા અને રચનાકાલ – આ કાવ્યના કર્તા પ્રસિદ્ધ જિનસેનાચાર્ય છે જેમણે મહાપુરાણ(આદિપુરાણ)ની રચના કરી છે. ઉક્ત પ્રસંગે તેમનો વિસ્તૃત પરિચય આપ્યો છે. પાર્વાવ્યુદયનો ઉલ્લેખ દ્વિતીય જિનસેને હરિવંશપુરાણમાં (શક સં. ૭૦૫, સન્ ૭૮૩ ઈ.સ.) કર્યો છે, તેથી આ કાવ્ય તેનાં પહેલાં રચાયું છે એ નિશ્ચિત છે. નેમિદૂત
આ કાવ્યમાં ૧૨૬ શ્લોકો છે. તેની રચનામાં મેઘદૂત કાવ્યનાં અંતિમ ચરણોની સમસ્યાપૂર્તિ કરવામાં આવી છે. તેમાં બાવીસમા તીર્થંકર નેમિનાથ અને રાજીમતી યા રાજુલના વિરહપ્રસંગનું વર્ણન છે. વસ્તુતઃ તે મેઘદૂત પર આધારિત એક મૌલિક કાવ્ય છે. તેના નામનો એ અર્થ નથી કે તેમાં નેમિનાથે દૂતનું કામ કર્યું છે, પરંતુ નાયિકા દ્વારા નાયક નેમિને લક્ષ્ય કરીને દૂત (વૃદ્ધ બ્રાહ્મણ) મોકલાયો હોવાના કારણે કાવ્યનું નામ નેમિદૂત રાખ્યું છે. મેઘદૂતમાં નાયક દૂત મોકલે છે જ્યારે નેમિદૂતમાં નાયિકા દૂત મોકલે છે.
ઘટનાપ્રસંગ એ છે કે નેમિનાથ પોતાના વિવાહજમણને માટે વાડામાં ભેગા કરવામાં આવેલાં પશુઓનું કરુણ ક્રન્દન સાંભળી વિરક્ત થઈ રૈવતક પર્વત ઉપર યોગી બની જાય છે. વધુ રાજીમતી એક વૃદ્ધ બ્રાહ્મણને દૂત તરીકે તેને મનાવવા માટે મોકલે છે. અહીં દ્વારિકાથી રૈવતક પર્વત સુધીનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. અન્ને રાજીમતીનો વિરહ શમભાવમાં પરિણત થઈ જાય છે.
સખીઓના અને રાજુમતીના નેમિનાથને ગૃહી બનાવવાના પ્રયત્નોનું વર્ણન જ સંક્ષેપમાં આ કાવ્યની વિષયવસ્તુ છે.
આ કાવ્ય પોતાની ભાષા, ભાવ અને પદ્યરચનામાં તથા કાવ્યગુણોથી ઘણું જ સુંદર બની ગયું છે. કવિએ વિરહીજનોની યથાર્થ દુઃખાવસ્થાનું જ વર્ણન કર્યું
૧. કોટા પ્રકાશન, વિ.સં.૨૦૦૫; કાવ્યમાલા, બીજો ગુચ્છક, પૃ. ૮૫-૧૦૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org