________________
લલિત વાસઁય
नालं यत्पदलंघनाय स महादेवो मया वन्द्यते ॥ यो विश्वं वेदवेद्यं जननजलविधेर्भंगिनः पारदृश्वा पौर्वापर्याविरुद्धं वचनमनुपमं निष्कलंकं यदीयम् । तं वन्दे साधुवन्द्यं सकलगुणनिधिं ध्वस्तदोषद्विषन्तं . बुद्धं वा वर्धमानं शतदलनिलयं केशवं वा शिवं वा ॥
દક્ષિણ ભારતના જૈન શિલાલેખોમાં પણ આ જાતના સમન્વયવાદી મંગલાચરણ દ્રષ્ટવ્ય છે : નયન્તિ યસ્યાવતોઽપિ મારતી વિભૂતયસ્તીર્થસ્તૃતોઽપિ શિવાય धात्रे सुगताय विष्णवे जिनाय तस्मै सकलात्मने नमः ।
૫૭૧
જૈન સ્તોત્રોના સંગ્રહના રૂપમાં અનેક સંસ્કરણો પ્રકાશિત થયાં છે. તેમાંથી કાવ્યમાલા, મુંબઈના પ્રથમ અને સપ્તમ ગુચ્છકોમાં અનેક સ્તોત્રોનું સંકલન થયું છે. મુનિ ચતુરવિજયજીએ સંપાદિત કરેલ જૈનસ્તોત્રસન્દોહ, ભાગ ૧-૨માં અનેક પ્રાકૃત-સંસ્કૃત સ્તોત્રો સંકલિત છે. તેના ભાગ ૧ના પરિશિષ્ટમાં પ્રકાશિત બધાં સ્તોત્રોની સૂચી આપવામાં આવી છે, તે ખૂબ જ ઉપયોગી છે. ચતુરવિજયજીએ સંપાદિત કરેલું એક અન્ય સંકલન જૈનસ્તોત્રસમુચ્ચય બે ભાગોમાં છે. તેમાં તથા યશોવિજય જૈન ગ્રન્થમાલાથી પ્રકાશિત જૈનસ્તોત્રસંગ્રહમાં (બે ભાગ) અનેક સ્તોત્રોનું સંકલન થયું છે. આગમોદય સમિતિ, મુંબઈએ પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયાના સંપાદકત્વ નીચે સ્તોત્રોના સટીક, સચિત્ર અને સમંત્ર કેટલાય ભાગો પ્રકાશિત કર્યા છે, તે સ્તોત્રસાહિત્યના જ્ઞાન માટે મહત્ત્વપૂર્ણ છે. સારાભાઈં મણિલાલ નવાબ, અમદાવાદ દ્વારા પ્રકાશિત મહાપ્રાભાવિક નવસ્મરણમાં ગુજરાતી અનુવાદ અને માહાત્મ્યકથાઓ સાથે ઉવસગ્ગહર, ભક્તામર, કલ્યાણમન્દિર આદિ ૯ સ્તોત્રોનું સવિસ્તર નિરૂપણ કરવામાં આવ્યું છે. જર્મન વિદુષી Dr. Charlotte Krauseકૃત Ancient Jain Hymnsમાં ૮ સ્તોત્રોની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ સાથે સ્તોત્રસાહિત્યના મહત્ત્વને દર્શાવતી ૯ પૃષ્ઠોની ભૂમિકા આપવામાં આવી છે, તે પઠનીય છે. મા. દિગં. જૈન ગ્રંથમાલામાં પ્રકાશિત સિદ્ધાન્તસારાદિસંગ્રહ
૧. જૈન શિલાલેખ સંગ્રહ, ભાગ ૩, પૃ. ૮૫
૨. જૈન સ્તોત્રોના સંગ્રહની વિધિ પ્રાચીન છે. વિ.સં.૧૫૦૫માં હિમાંશુગણિએ કરેલું એક સંકલન મળે છે – જિનરત્નકોશ, પૃ. ૧૪૫; અન્ય સ્તોત્રકોશોની સૂચી જિનરત્નકોશ, પૃ. ૪૫૩માં આપવામાં આવી છે.
૩. સિંધિયા ઓરિએન્ટલ સિરીઝ, સંખ્યા ૨, ઉજ્જૈન, ૧૯૫૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org