________________
પ૭૨
જેન કાવ્યસાહિત્ય
પણ અનેક સ્તોત્રોની માહિતી માટે પ્રશંસનીય છે. જૈનોના અસંખ્ય અપ્રકાશિત સ્તોત્રોનાં નામ અને નમૂનાઓ ગ્રન્થભંડારોની પ્રકાશિત સૂચીઓમાં સારી રીતે જોવા મળી શકે છે. દશ્યકાવ્ય - નાટક
કાવ્યના બે મુખ્ય ભેદો છે – શ્રાવ્ય અને દશ્ય. નાટક યા રૂપક દશ્ય કાવ્ય છે. ભારતીય પરંપરામાં તેનાં મૂળ ઋગ્વદમાં શોધી શકાય છે. ઋગ્વદનાં સંવાદ સૂક્તોમાં નાટકસાહિત્યનું પ્રાચીનતમ રૂપ મળે છે. આ સંવાદસૂક્તોમાં સરમા. અને પણિ, યમ અને યમી, વિશ્વામિત્ર અને નદી, પુરુરવા અને ઉર્વશી વચ્ચેના સંવાદો છે. નાટકનાં પ્રધાન તત્વો સંવાદ, સંગીત, નૃત્ય અને અભિનય છે. અધિકાંશ વિદ્વાનો માને છે કે આ ચારેય તત્ત્વો વેદમાં મળતાં હોવાથી નાટકની ઉત્પત્તિ વૈદિક સૂક્તોમાંથી થઈ છે.
રામાયણ અને મહાભારત કાળમાં આવતાં નાટકનાં કેટલાંક સ્પષ્ટ રૂપો ઉલ્લેખાયેલાં મળે છે. વિરાટપર્વમાં રંગશાળાનો નિર્દેશ છે. હરિવંશપુરાણમાં રામાયણની કથા ઉપર એક નાટક ભજવાયાની ચર્ચા છે. રામાયણમાં રંગમંચ, નટ, નાટકનો વિભિન્ન સ્થળોએ નિર્દેશ છે. પાણિનિની અષ્ટાધ્યાયીમાં નટસૂત્ર અને નાટ્યશાસ્ત્રનો પણ ઉલ્લેખ મળે છે. પાતંજલ મહાભાષ્યમાં કંસવધ અને બલિબંધન નામના બે નાટકોનાં સ્પષ્ટ નામો આવે છે.
રાયપાસેણિયસુત્તમાં (દ્વિતીય ભાગ) સૂર્યાભદેવ અધિકારમાં ઉલ્લેખ છે કે દેવદેવીઓએ મહાવીરસ્વામી પાસે ૩ર પ્રકારનાં નાટકો ભજવવાની ત્રણ વાર અનુમતિ માગી પરંતુ ઉત્તર ન મળ્યો એટલે તેમણે મહાવીરના સ્વર્ગથ્યવન, ગર્ભ, જન્મ, અભિષેક, બાલક્રીડા, યૌવન, નિષ્ક્રમણ, તપશ્ચર્યા, કેવલજ્ઞાન, તીર્થપ્રવચન, નિર્વાણ આદિ પ્રસંગોનું વાજિંત્રો વગાડી, સંગીત સંભળાવી, નૃત્ય અને અભિનય કરી મૂક અભિનય જેવું નાટક ભજવ્યું. ૧૦મા ઉપાંગ પુષ્યિકામાં ઈન્દ્ર મહાવીર સમક્ષ સૂર્યાભદેવ દ્વારા નાટ્યવિધિનું પ્રરૂપણ કરાવ્યું છે. ત્યાં સૂર્ય, શુક્ર આદિ દસ વ્યક્તિઓ તરફથી ભજવાયેલા નાટકનો ઉલ્લેખ મળે છે. પિડનિજુત્તિ (ગા.૪૭૪-૪૮૦)માં “રટ્ટવાલ” નાટકનો ઉલ્લેખ આવ્યો છે. તેમાં ભરત ચક્રવર્તીનું જીવનૃત્ત આષાઢભૂતિ મુનિએ ભજવ્યું છે. તેને જોઈ રાજા-રાજકુમાર વગેરે સંસારથી ઉદ્વિગ્ન થઈ ગયા. કહે છે કે સંસારની હાનિ થતી જોઈ આ નાટકનો નાશ કરી દેવામાં આવ્યો. ઉત્તરાધ્યયનની વૃત્તિમાં નેમિચન્દ્ર મધુકરીગીત અને સોયામણિ આ બે નાટકોનો ઉલ્લેખ કર્યો છે. પ્રબંધકોશમાં કહેવામાં આવ્યું છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org