________________
જૈન કાવ્યસાહિત્ય
કરે છે. આ અંકમાં આપણે જોઈએ છીએ કે એક ગંધમૂષિકા તાપસીની આજ્ઞાથી ચિત્રાંગદ અને મલ્લિકાના અસલ વિવાહ પહેલાં એક બીજો વિવાહોત્સવ થાય છે જેમાં સામાન્ય પ્રથા અનુસાર મલ્લિકા અને યક્ષાધિરાજના વિવાહનો અભિનય થાય છે. મલ્લિકા અને યક્ષ વચ્ચેનો વિવાહ સમ્પન્ન થાય છે પરંતુ યક્ષાધિરાજના રૂપમાં સ્વયં મકરન્દ હોય છે. છેવટે તે વિવાહથી બધા રાજી થાય છે અને નાટકની સમાપ્તિ આનન્દપૂર્વક સુમેળથી થાય છે. નાટકના અંતે મુદ્રાલંકાર દ્વારા કર્તાનું નામ (રામચન્દ્ર) સૂચવાયું છે. આ એક શુદ્ધ પ્રકરણ છે.
૪. કૌમુદીમિત્રાણન્દ
૫૭૮
આ એક સામાજિક નાટક છે. તેને લેખકે પ્રકરણ કહ્યું છે. તેમાં દસ અંક છે. તેમાં કૌતુકનગરવાસી ધનવાન શેઠ જિનસેનનો પુત્ર મિત્રાણન્દ અને એક આશ્રમના કુલપતિની દીકરી કૌમુદી વચ્ચેના પ્રેમની કથાનું વર્ણન છે. તેને કૌમુદીનાટક પણ કહે છે.
પ્રથમ અંકમાં મિત્રાણન્દ પોતાના મિત્ર મૈત્રેય સાથે સમુદ્રયાત્રાએ નીકળે છે. રસ્તામાં વરુણદ્વીપમાં તેમનું વહાણ તૂટી જાય છે. ત્યાં મિત્રાણન્દ એક સુંદર કન્યાને ઝૂલે ઝૂલતી દેખે છે. બન્ને એકબીજા પ્રત્યે આકર્ષાય છે. મિત્રાણન્દ કુલપતિ પાસે આવે છે. કુલપતિ તેનું ઘણા સ્નેહથી સ્વાગત કરે છે અને પોતાની પુત્રી કૌમુદી સાથે વિવાહ કરવાનો પ્રસ્તાવ મૂકે છે. આ વખતે વરુણ આવે છે અને બધાં જાય છે. બીજા અંકમાં મિત્રાણન્દ વરુણે વૃક્ષમાં જડી દીધેલા પુરુષની રક્ષા કરે છે. તે પુરુષ સિદ્ધ હતો. તે મિત્રાણન્દને દિવ્ય હાર ભેટ આપે છે.
ત્રીજા અંકમાં મિત્રાણન્દ અને કૌમુદી મળે છે. કૌમુદી મિત્રાણન્દનાં રૂપયૌવન અને દિવ્ય હારના કારણે તેના ઉપર પૂર્ણ આસક્ત બને છે અને મિત્રાણન્દને પોતાના પિતા કુલપતિ અને બીજાઓનું રહસ્ય બતાવી દે છે; તે રહસ્ય એ હતું કે તેના પિતા હકીકતમાં સાધુ ન હતા, પ્રત્યેક વણિક્ જેણે કૌમુદી સાથે વિવાહ કરેલા તેને વિવાહગૃહની નીચે ઢાંકેલા કૂવામાં ધકેલી દેવામાં આવતો હતો. એટલે
૧. જિનરત્નકોશ, પૃ. ૯૬; જૈન આત્માનન્દ સભા, ભાવનગર, વિ.સં.૧૯૭૩; આ નાટકના અંકોના સંક્ષિપ્ત પરિચય માટે જુઓ – નાટ્યદર્પણ : એ ક્રિટિકલ સ્ટડી, પૃ.
૨૨૫-૨૨૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org