________________
લલિત વાક્રય
પ૭૭
૩. મલ્લિકામકરન્દ
આની પ્રસ્તાવનામાં આને નાટક કહેવામાં આવ્યું છે પરંતુ હકીકતમાં આ પ્રકરણ છે કેમકે એની કથા કાલ્પનિક છે. જો કે પ્રકરણમાં ૧૦ અંકો રાખવાનું વિધાન છે પરંતુ આમાં તો કેવળ છ જ અંક છે. રામચન્દ્રસૂરિએ પોતાના નાટ્યદર્પણમાં આને પ્રકરણ કહ્યું છે. આ કવિની અન્ય રચના કૌમુદીમિત્રાણન્દની જેમ જ આ પણ સામાજિક નાટક છે.
નાયિકા મલ્લિકા એક વિદ્યાધર કન્યા હતી. નવજાત શિશુના રૂપમાં તે વૃક્ષોની કુંજમાં પડી હતી. એક શેઠે તેને જોઈ. શેઠે તેનું પાલન કર્યું. તેની આંગળીઓમાં વૈનતેયની મહોરવાળી વીંટીઓ હતી અને વાળમાં એક ભૂર્જપત્ર બાંધેલું હતું. ભૂર્જપત્રમાં લખ્યું હતું : “૧૬ વર્ષ પછી ચૈત્ર વદી ચૌદસના દિવસે હું તેના પતિ અને રક્ષકને મારીને તેને બળપૂર્વક ઉપાડી જઈશ.'
મલ્લિકા યુવતી બની. એક રાતે કામદેવના મંદિરમાં તે ગળે ફાંસો ખાવા જાય છે ત્યારે મકરન્દ તેને બચાવે છે. બન્ને વચ્ચે પ્રેમ થાય છે અને વધે છે. મલ્લિકા મકરન્દને પોતાના બન્ને કાનનાં આભૂષણ આપે છે. મકરન્દને એક વખત જુગારીઓ પકડે છે. મલ્લિકાના ધર્મપિતા શેઠ પૈસા આપી તેને છોડાવે છે. મકરન્દ શેઠ પાસેથી જાણી લે છે કે મલ્લિકાના અપહરણનો સમય આવી પહોંચ્યો છે એટલે તે મલ્લિકાને બચાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ કોઈ અદષ્ટ શક્તિ મલ્લિકાનું અપહરણ કરી જાય છે (૧-૨ અંક). તે વિદ્યાધરલોકમાં આવે છે. ત્યાં એક રાજકુમાર ચિત્રાંગદ સાથે વિવાહ કરવા ઈન્કાર કરી દે છે. મકરન્દ ત્યાં પહોંચી જાય છે. મલ્લિકાની માતા તેને જોઈ કુદ્ધ થઈ જાય છે (અંક ૩). મકરન્દ નિરાશ થઈ જાય છે પરંતુ તેને એક પોપટનો ભેટો થાય છે જે મકરન્દના સ્પર્શથી વૈશ્રવણ નામનો મનુષ્ય બની જાય છે. તે પોતાની વિપત્તિની કથા કહે છે. તે દરમ્યાન મકરન્દ ચિત્રાંગદને મળે છે અને ચિત્રાંગદના માણસો તેને પકડી લે છે (અંક ૪). મકરન્દના કામમાં વૈશ્રવણ અને તેની પત્ની મનોરમા મદદ કરવાની પ્રતિજ્ઞા કરે છે. મલ્લિકા મકરન્દને પોતાના દઢ પ્રેમની વાત કરે છે અને પછી પોતાની માતાને અને ચિત્રાંગદને પણ (કપટરૂપે) (અંક ૫).
છઠ્ઠા અંકના પ્રારંભમાં વિખંભકમાં મલ્લિકા મકરન્દને બદલે પોતાનો પ્રેમ અને અનુરાગ ચિત્રાંગદ પ્રત્યે દર્શાવે છે જે છલરૂપે તેના મનમાં વિશ્વાસ ઉત્પન્ન
૧. નાટ્યદર્પણ : એ ક્રિટિકલ સ્ટડી, પૃ. ૨૩૦માં સંક્ષિપ્ત પરિચય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org